વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પૂર્ણ થઈ છે વડાપ્રધાનની આ મુલાકાત પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન માટે સ્ટેટ ડિનરનું પણ આયોજન કર્યું હતું. દરમિયાન બિડેને મોદીને એક ખાસ ભેટ આપી હતી જે ચર્ચાનો વિષય બની હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને AI લખેલી ટી-શર્ટ ભેટમાં આપી. જેના પર લખ્યું છે- The Future is AI એટલે કે AI એ ભવિષ્ય છે. આ સાથે તેની નીચે અંગ્રેજીમાં અમેરિકા અને ભારત લખેલું છે.
અમેરિકી સંસદને સંબોધિત કરતા વડાપ્રધાનશ્રીએ ભારત અને અમેરિકાના સંબંધો પર જણાવ્યું હતું કે, AI નો અર્થ અમેરિકા (America) અને ભારત (India) છે. એટલે કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા ગાઢ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, AI – આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માં ઘણી પ્રગતિ થઈ છે. સાથે જે બીજા AI – અમેરીકા અને ઈન્ડિયમાં વધુ મહત્વપૂર્ણ વિકાસ થયાં છે. બિડેનની આ ભેટને વડાપ્રધાનના સંબોધન સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે. બંને નેતાઓએ અમેરીકા અને ભારતીય CEO સાથે બેઠક કરી. આ બેઠકમાં બિડેને વડાપ્રધાન મોદીને આ ખાસ ટી-શર્ટ ભેટમાં આપ્યું હતું
ઈજીપ્તની મુલાકાત લેશે વડા પ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકા પ્રવાસ પૂર્ણ થયો છે. શનિવારે મોદી અમેરિકાથી ઇજિપ્તની રાજધાની કૈરો જવા રવાના થયા હતા. પીએમ મોદી આગામી બે દિવસ ઇજિપ્તના પ્રવાસે છે. પીએમ મોદીની આ મુલાકાત ભારત અને ઈજિપ્તના સંબંધોની દૃષ્ટિએ ઘણી મહત્વની છે. વડાપ્રધાન શનિવારે 24 જૂન ઇજિપ્તની રાજધાની કૈરોમાં લગભગ 1,000 વર્ષ જૂની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે. જે ભારતના દાઉદી બોહરા મુસ્લિમો માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ છે.



