સમય સમય પર એલઆઈસી (LIC) દ્વારા ગ્રાહકો માટે ઘણી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમાં તમને વધુ સારું રિટર્ન તેમજ ભવિષ્ય માટે ગેરંટી મળે છે. આજે એલઆઈસી ગ્રાહકો (LIC Customer) માટે વધુ એક નવી સ્કીમ લાવી છે. આ સ્કીમમાં તમે 23 જૂન 2023 થી 30 સપ્ટેમ્બર 2023 સુધી જ અરજી કરી શકો છો. 30 સપ્ટેમ્બર પછી આ પોલિસી બંધ થઈ જશે અને તમે તેનો લાભ લઈ શકશો નહીં. ચાલો તમને જણાવીએ આ પોલિસીનું નામ અને તેની વિશેષતા-
23 જૂનથી લઈ શકો છો લાભ
જાહેર ક્ષેત્રની વીમા કંપની એલઆઈસી (LIC) એ શુક્રવારે નિશ્ચિત મુદતવાળી એક નવી વીમા યોજના ‘ધન વૃદ્ધિ’ રજૂ કરી છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ એક નિવેદનમાં જણાવ્યું કે, આ વીમા યોજનાનું વેચાણ 23 જૂનથી શરૂ થઈ ગયું છે. એલઆઈસી (LIC) મુજબ, ધન વૃધ્ધિ એ બિન-લિંક્ડ, બિન-ભાગીદારી, વ્યક્તિગત, બચત અને સિંગલ પ્રીમિયમ જીવન યોજના છે જે રક્ષણ અને બચતનું સંયોજન પ્રદાન કરે છે.
મૃત્યુ થવા પર પરિવારવાળોને મળશે સંપૂર્ણ રૂપિયા
આપને જણાવી દઈએ કે, જો પોલિસી ચાલુ હોય ત્યારે ધારકનું મૃત્યુ થઈ જાય છે, તો તેના પરિવારના સભ્યોને આર્થિક મદદ કરવાની આ યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે. તે જ સમયે, પાકતી મુદત પૂર્ણ થવા પર ગેરંટી રકમ આપવાની જોગવાઈ પણ તેમાં રાખવામાં આવી છે.
કેટલા વર્ષ માટે લઈ શકો છો પોલિસી ?
આ સ્કીમ 10, 15 અને 18 વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ છે. તે 1.25 લાખ રૂપિયાની લઘુત્તમ મૂળભૂત નિશ્ચિત રકમ ઓફર કરે છે જેને 5,000 રૂપિયાના ગુણાંકમાં પણ વધારી શકાય છે.
મળશે ટેક્સ છૂટનો લાભ
આપને જણાવી દઈએ કે, કાર્યકાળ અને વિકલ્પના આધારે આ પ્લાનમાં પ્રવેશવાની મહત્તમ ઉંમર 32 થી 60 વર્ષ છે. આ પ્લાનના રોકાણકારો તેને ગમે ત્યારે સરન્ડર કરી શકે છે અને 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ પણ મેળવી શકે છે.
સિંગલ પ્રીમિયમ પોલિસી છે
આ પોલિસી જીવન વીમા સિંગલ-પ્રીમિયમ પોલિસી છે. આ પોલિસી ટર્મ દરમિયાન બચત અને સુરક્ષાનું સંયોજન પ્રદાન કરે છે. લાઇફ ઇન્શ્યોરન્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ મુજબ, આ પોલિસી 1,000 રૂપિયા વીમા રકમ દીઠ 75 રૂપિયા સુધીની વધારાની ગેરંટી આપે છે.