ભલે ભારત વૈશ્વિક આર્થિક મંદીના પડછાયાથી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં દેશી અને વિદેશી કંપનીઓ વૈશ્વિક મંદીના ડરમાં છે. આ ડરને કારણે કંપનીઓ વિસ્તરણ યોજનાઓ પર ફૂંકી-ફૂંકીને આગળ વધી રહી છે. કંપનીઓનો આ ડર ઓફિસ લીઝ સંબંધિત તેમની પ્રવૃત્તિઓમાં દેખાઈ રહ્યો છે. તાજેતરના અહેવાલ મુજબ, સમગ્ર દેશમાં ઓફિસ લીઝમાં 22 ટકાનો મોટો ઘટાડો થયો છે.
8 શહેરોમાં જોવા મળ્યો છે ઘટાડાનો ટ્રેન્ડ –
પોતાના અહેવાલમાં આ માહિતી આપતા, રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની કુશમેન એન્ડ વેકફિલ્ડે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિ માસિક ગાળામાં (એપ્રિલ-જૂન 2023) ભારતના ટોચના આઠ શહેરોમાં ઓફિસ સ્પેસ લીઝ પર 22 ટકાનો ઘટાડો થયો છે. મોટી કંપનીઓ હજુ પણ વિસ્તરણ યોજનાઓ અંગે સાવચેતી રાખી રહી છે. કંપનીના ડેટા અનુસાર, એપ્રિલ-જૂન 2023માં ઓફિસ સ્પેસની કુલ ભાડાપટ્ટા વાર્ષિક ધોરણે ઘટીને 17.4 મિલિયન ચોરસ ફૂટ થઈ ગઈ છે જે ગયા વર્ષના સમાન સમય ગાળામાં 22.4 મિલિયન ચોરસ ફૂટ હતી.
કંપનીઓ ફૂંકી-ફૂંકીને લઈ રહી છે પગલાં –
મોટી વર્કપ્લેસ લીઝ પર લેવી કે નહીં તે નક્કી કરવામાં કંપનીઓ સમય લઈ રહી છે. APAC ટેનન્ટ રિપ્રેઝન્ટેશનના વડા અને ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર અંશુલ જૈને જણાવ્યું હતું કે, ભારતનું ઓફિસ સ્પેસ માર્કેટ સતત વૃદ્ધિ પામી રહ્યું છે. વિદેશી બજારોમાં મંદી હોવા છતાં, તેમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ સ્થાનિક બજારમાં માંગ છે.
દિલ્હી અને મુંબઈમાં તેની મોટી અસર જોવા મળી –
મુંબઈમાં ઓફિસ સ્પેસની ગ્રોસ લીઝિંગ એપ્રિલ જૂનમાં વાર્ષિક ધોરણે નવ ટકા ઘટીને 2.73 મિલિયન ચોરસ ફૂટ થઈ છે. બીજી તરફ, દિલ્હી એનસીઆરમાં ઓફિસ સ્પેસની કુલ લીઝિંગ પાંચ ટકા વધીને 3.59 મિલિયન ચોરસ ફૂટ થઈ છે.