દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ તરફથી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. 1 જૂનના પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો થયો હતોત્યારબાદ નાગરિકોને રાહત થઈ હતી. પરંતુ આ વખતે ઓઈલ કંપનીઓએ 4 જુલાઈના રોજ ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે
આ વખતે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો રેટ 7 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધાર્યો છે. એએનઆઈના રિપોર્ટ મુજબ 19 કિલોવાળો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,773 રૂપિયાની જગ્યાએ 1,780 રૂપિયામાં મળશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1,773 રૂપિયાની જગ્યાએ 1,780 રૂપિયામાં મળશે. એટલેકે હવે આ માટે પહેલા કરતા 7 રૂપિયા વધુ આપવાના રહેશે. હાલ રિપોર્ટ લખાય છે ત્યાં સુધી હજુ નવા ભાવ ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર જાહેર થયા નથી. એજન્સી તરફથી જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.





