શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં જ તેલના ભાવમાં અત્યારથી જ તેજી જોવા મળી રહી છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. વિદેશી બજારોમાં ખાદ્યતેલોના ભાવમાં સુધારાને કારણે, સીંગદાણા તેલ-તેલીબિયાં અને ક્રૂડ પામ ઓઈલ સિવાય લગભગ તમામ ખાદ્યતેલો અને તેલીબિયાંમાં સોમવારે દિલ્હી તેલ-તેલીબિયાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો.
સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો થયો છે. તહેવારો નજીક આવતા જ ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઊઘડતી બજારે સિંગતેલમાં રૂ. 20 નો વધારો આવ્યો હતો. સોમવારે ઉઘડતી બજારે સિંગતેલ ડબ્બો રૂ.2890 સુધી પહોંચ્યો હતો. જ્યારે કપાસિયા તેલ રૂ.1730, પામોલીન તેલ રૂ.1465, સનફ્લાવર રૂ.1570, કોર્ન ઓઈલ રૂ.1560, સરસવ રૂ.1620, કોકોનેટ રૂ.2380, દિવેલ 2060 અને વનસ્પતિ ઘી રૂ.1680નો ભાવ રહ્યો હતો.






