Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પોરબંદરના યુવરાજસિંહ ડોડીયા-રાજકોટના સ્નેલ પટેલની ઈન્ડિયા ‘એ’ ટીમમાં પસંદગી

શ્રીલંકામાં આઠ ટીમો વચ્ચે રમાનારા ઈમર્જિંગ એશિયા કપના કાર્યક્રમની જાહેરાત

aaspassdaily by aaspassdaily
2023-07-05 11:34:50
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એશિયન ક્રિકેટ કાઉન્સીલ (એસીસી) મેન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ-2023 માટે ઈન્ડિયા ‘એ’ ટીમની જાહેરાત કરી છે. જાહેર થયેલી ટીમમાં પોરબંદરના ઑલરાઉન્ડર યુવરાજસિંહ ડોડિયા અને સૌરાષ્ટ્ર ટીમમાં વિકેટકિપર-બેટર તરીકેની ભૂમિકા ભજવતા રાજકોટના સ્નેલ પટેલની પસંદગી કરવામાં આવી છે. ટીમના કોચ તરીકે રાજકોટના જ સીતાંશુ કોટકની પસંદગી થતાં એકંદરે સૌરાષ્ટ્રના ત્રણ ક્રિકેટર-કોચ ટીમમાં સામેલ થતા ગૌરવમાં વધુ એક પીછું ઉમેરાયું છે.
આ ટીમની કમાન યશ ઢુલને સોંપવામાં આવી છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે અભિષેક શર્મા જવાબદારી વહન કરશે. ઈમર્જિંગ એશિયા કપમાં ભાગ લેનારી ટીમમાં આઈપીએલ-2023ના ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સ વતી ફાંકડી ફટકાબાજી કરનારા સ્ટાર સાઈ સુદર્શનને પણ આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટૂર્નામેન્ટમાં ભારત ‘એ’ અને પાકિસ્તાન ‘એ’ વચ્ચે મુકાબલો કોલંબો (શ્રીલંકા)ના એસએસસી ગ્રાઉન્ડ ઉપર 15 જૂલાઈએ રમાશે.
જુનિયર ક્રિકેટ કમિટીએ શ્રીલંકાના કોલંબોમાં 13થી 23 જૂલાઈ વચ્ચે રમાનારી આગામી એસીસી મેન્સ ઈમર્જિંગ ટીમ્સ એશિયા કપ-2023 માટે ભારત ‘એ’ ટીમની પસંદગી કરી હતી. આ ટૂર્નામેન્ટ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા ઉપરાંત નેપાળ, અફઘાનિસ્તાન, ઓમાન, યુએઈ અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનું ફોર્મેટ વન-ડે સ્ટાઈલ મતલબ કે 50 ઓવરનું રહેશે.
ભારત ‘એ’ને ગ્રુપ ‘બી’માં નેપાળ, યુએઈ અને પાકિસ્તાન ‘એ’ સાથે રાખવામાં આવ્યું છે. જ્યારે શ્રીલંકા ‘એ’, બાંગ્લાદેશ ‘એ’, અફઘાનિસ્તાન ‘એ’ અને ઓમાન ‘એ’ને ગ્રુપ ‘એ’માં સામેલ કરાયું છે. પ્રત્યેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. પહેલો સેમિફાઈનલ ગ્રુપ ‘એ’ના ટોચપર અને ગ્રુપ ‘બી’માં બીજા ક્રમે રહેનારી ટીમ વચ્ચે રમાશે જ્યારે બીજો સેમિફાઈનલ 21 જૂલાઈએ ગ્રુપ ‘બી’ના ટોપર અને ગ્રુપ ‘એ’માં બીજા ક્રમે રહેનારી ટીમ વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 22 જૂલાઈએ રમાશે.

Previous Post

સલમાન ખાન સાથે લગ્ન કરવા માંગે છે આકાંક્ષા પુરી! જદ હદીદ પછી કરી હતી આ અભિનેતાને કિસ

Next Post

ગુજરાતીઓને પૈસા ‘ફેરવવા’માં વધુ રસ: બેન્ક થાપણોમાં ગુજરાત છેક નવમાં ક્રમે

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
ગુજરાતીઓને પૈસા ‘ફેરવવા’માં વધુ રસ: બેન્ક થાપણોમાં ગુજરાત છેક નવમાં ક્રમે

ગુજરાતીઓને પૈસા ‘ફેરવવા’માં વધુ રસ: બેન્ક થાપણોમાં ગુજરાત છેક નવમાં ક્રમે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાના ગામમાં રાત્રિ રોકાણ કરી આદિવાસી સાથે ભોજન કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નર્મદાના ગામમાં રાત્રિ રોકાણ કરી આદિવાસી સાથે ભોજન કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.