Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આલ્કોક શરૂ થવાની ઉજળી આશા

2018માં બંધ પડેલી શિપ બનાવતી ભાવનગરની આલ્કોક એશડાઉન કંપની શરૂ કરવા બે કંપનીએ ટેન્ડર ભર્યાની ચર્ચા

aaspassdaily by aaspassdaily
2023-07-05 12:46:04
in ભાવનગર
Share on FacebookShare on Twitter

આલ્કોક ફરી શરૂ થાય તો ૨૦૦૦ લોકોને મળી શકે છે રોજગારી

ભાવનગર, તા.૫

ભાવનગર શહેરના જુના બંદર દરિયા કિનારે ૧૯૭૫થી શરૂ થયેલી અને ચાર દાયકા સુધી ધમધમી ૨૦૧૮માં બંધ થયેલી આલ્કોક એશડાઉન કંપની ફરી શરૂ થવાની ઉજળી આશા જન્મી છે. આ કંપનીને શરૂ કરવા રાજ્યની બે કંપનીઓએ રસ દાખવ્યો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે જો આ કંપની શરૂ થાય તો 2000 લોકોને રોજગારી મળી શકે છે.
ભાવનગર શહેરના જુના બંદર રોડ પર આવેલી રાજ્ય સરકાર હસ્તકની અર્ધ સરકારી કંપની આલ્કોક એશડાઉન કંપની કે શિપ બનાવવનુ કામ કરતી અને સતત ચાર દાયકા સુધીમા 275 જેટલા શિપ તૈયાર કરવામાં આવ્યા અને 2018માં આ કંપની ઉપર પડદો પાડી દેવામાં આવ્યો હતો ત્યારે તેના કર્મચારીઓ તથા આગેવાનો દ્વારા દેકારા પણ કરવામાં આવ્યા હતા.
1975માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી આલ્કોક એશડાઉનને 1978માં રાજ્ય સરકાર હસ્તક શરૂ કરવામાં આવેલ ત્યારબાદ 1994માં તેનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું 2018માં આ કંપની બંધ કરી દેવામાં આવી હતી અને તાળા મારી લેવાયા હતા. ભાવનગરમાં શિપ બિલ્ડીંગ માટે અનુકૂળ જગ્યા અને વાતાવરણ પણ હોય ત્યારે ભાવનગરના જ પનોતા પુત્ર અને દેશના શિપીગ મંત્રી બનેલા ડો.મનસુખભાઇ માંડવીયાએ શિપ બિલ્ડીંગનુ કામ ફરી શરૂ થાય તેવી ઇચ્છા વ્યક્ત કરેલ અને ત્યારબાદ થોડા સમય પુર્વે આલ્કોક માટે ટેન્ડર પ્રકીયા કરવાની જાહેરખબર પ્રસિદ્ધ કરાયેલ તેમાં પોરબંદર અને કચ્છની કંપનીઓએ આલ્કોકને ફરી શરૂ કરવા રસ દાખવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. જોકે સ્થાનિક લેવલે હજુ સુધી આ અંગેનો રિપોર્ટ આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. જો અને તો ની વચ્ચે છેલ્લા 6 વર્ષથી બંધ પડેલી આલ્કોક એશડાઉન કંપની ફરી શરૂ થાય તો અનેક ક્ષેત્રે ધંધા રોજગાર વધવા ઉપરાંત 2 હજારથી વધુ લોકોને રોજગારી પણ મળી શકે છે.

Previous Post

તો પેટ્રોલની કિંમત 15 રૂપિયા પ્રતિ લીટર થશે!

Next Post

ભાવનગર મહાપાલિકાના ટેન્ડરમાં ખોટા અનુભવ સર્ટી. રજુ કરનાર બે એજન્સીઓ વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

June 11, 2026
ભાવનગર

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

June 11, 2026
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી
ભાવનગર

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

June 11, 2026
Next Post
ભાવનગર મહાપાલિકાના ટેન્ડરમાં ખોટા અનુભવ સર્ટી. રજુ કરનાર બે એજન્સીઓ વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ

ભાવનગર મહાપાલિકાના ટેન્ડરમાં ખોટા અનુભવ સર્ટી. રજુ કરનાર બે એજન્સીઓ વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ

ભાવનગર મહાપાલિકાના ટેન્ડરમાં ખોટા અનુભવ સર્ટી. રજુ કરનાર બે એજન્સીઓ વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ

કરોડોના ખર્ચે વિકસાવેલા ગંગાજળીયા તળાવને સ્વચ્છ રાખવા લાખોનો ખર્ચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.