Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરમનપ્રીત કૌરે એક શાનદાર કારનામું કરીને રોહિતને પાછળ છોડ્યો, મેચ જીતતાની સાથે જ બનાવ્યો આ રેકોર્ડ

aaspassdaily by aaspassdaily
2023-07-10 12:03:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ T20 મેચમાં ધમાકેદાર જીત મેળવી લીધી. ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરે આ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેણે મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો.

હરમનપ્રીત કૌરે શાનદાર પ્રદર્શન કર્યું

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને 115 રનનો ટાર્ગેટ આપ્યો, જેને ભારતે પાંચ વિકેટ ગુમાવીને ખૂબ જ સરળતાથી હાંસલ કરી લીધો. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 35 બોલમાં 54 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 2 લાંબી સિક્સ સામેલ હતી. તેણે ચોગ્ગો ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. હરમનપ્રીત કૌરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે આ તેનો 5મો ‘પ્લેયર ઓફ ધ મેચ’ ખિતાબ છે અને આ સાથે તેણે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિતે કેપ્ટન તરીકે 4 પ્લેયર ઓફ ધ મેચ ટાઈટલ જીત્યા છે.

T20માં સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ મેળવનાર ભારતીય કેપ્ટન –

હરમનપ્રીત કૌર – 5
રોહિત શર્મા – 4
વિરાટ કોહલી – 3
મિતાલી રાજ – 2

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા

હરમનપ્રીત કૌરે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેણે ભારત માટે 3 ટેસ્ટમાં 38 રન, 124 વનડેમાં 3322 રન અને 152 ટી20 મેચમાં 3112 રન બનાવ્યા છે. તે વિસ્ફોટક બેટિંગમાં પારંગત છે અને માત્ર થોડા બોલમાં મેચનો માર્ગ બદલી નાખે છે.

ભારતે મેચ જીતી લીધી

બાંગ્લાદેશ વિરૂદ્ધ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે એકદમ સાચો સાબિત થયો. બાંગ્લાદેશના બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી ન શક્યા. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં માત્ર 114 રન જ બનાવી શકી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને મિનુ મણીએ 1-1 વિકેટ ઝડપી હતી. આ પછી સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે નાના લક્ષ્યનો પીછો કરવા માટે ટીમ ઈન્ડિયા માટે શાનદાર ઈનિંગ્સ રમી. મંધાનાએ 38 રનનું યોગદાન આપ્યું.

Previous Post

સામંથા રુથ પ્રભુનું છલકાયું દુઃખ, કારકિર્દીમાં બ્રેક લેતા પહેલા કરી ઈમોશનલ પોસ્ટ

Next Post

શા માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે છે? જાણો પૌરાણિક કથા

aaspassdaily

aaspassdaily

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
શા માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે છે? જાણો પૌરાણિક કથા

શા માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને ભાંગ અને ધતુરો ચઢાવવામાં આવે છે? જાણો પૌરાણિક કથા

ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે હોસ્પિટલોમાં વધી આ બીમારીઓના દર્દીઓની સંખ્યા, ધ્યાન રાખો આ બાબતો

ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે હોસ્પિટલોમાં વધી આ બીમારીઓના દર્દીઓની સંખ્યા, ધ્યાન રાખો આ બાબતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.