દેશના વડાપ્રધાન મોદી હાલ ફ્રાન્સની યાત્રાએ છે ત્યારે આજે બેસ્ટિલ પરેડ યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદી મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા. આ બેસ્ટિલ પરેડમાં ભારતીય વાયુસેનાએ 3 રાફેલ ફાઈટર જેટ અને ફ્રાન્સના લડાયક વિમાનો સાથે ભાગ લીધો હતો. ફ્રાન્સમાં બેસ્ટિલ પરેડમાં ભારતીય નૌસેનાના જવાનોએ પણ ભાગ લીધો હતો. ફ્રાન્સની નેશનલ ડે બિસ્ટેલ પરેડ પહેલા ભારતના વડાપ્રધાન મોદીને ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન અને ફ્રાન્સની ફર્સ્ટ લેડી બ્રિજીટ મેક્રોએ રિસીવ કર્યા હતા.
ફ્રાન્સ ખાતે યોજાયેલ બેસ્ટીલ ડે પરેડમાં ઈન્ડીયન આર્મ્ડ ફોર્સીઝના 269 સભ્યોના દળોએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના ત્રણ રાફેલ ફાઈટર જેટે પણ ફ્રાન્સના લડાયક વિમાનો સાથે ચેમ્સ એલ્સીઝના આકાશમાં ફલાય પાસ્ટ સામેલ થયા હતા. આ પરેડમાં ભારતીય સેનાના પંજાબ રેજીમેન્ટના 77 માંર્ચીંગ ટીમ અને બેન્ડના 38 જવાનો પણ સામેલ થયા હતા. સેનાની ટુકડીને નેતૃત્વ કેપ્ટન અમન જગતાપે કર્યું હતું. ભારતીય નૌસૈનિક દળના કમાન્ડર વ્રત બધેલે પણ નેતૃત્વ કરેલું હતું.
આ પરેડમાં ફ્રાન્સમાં ઈન્ડીયન એરફોર્સની ટુકડીનું નેતૃત્વ સ્કવોડ્રન લીડર સિંધુ રેડ્ડીએ કર્યું હતું. આ પરેડમાં ભારતીય દળમાં મોજૂદ રાજપૂતાના રાયફલ્સ દ્વારા સારે જહાં સે અચ્છા ની ધૂન વગાડી હતી. ફ્રાન્સમાં યોજાયેલી બેસ્ટીલ ડે પરેડમાં ભારતના ત્રણેય પાંખના જવાનોને અનેરું આકર્ષણ ઉભું કરી રંગ દેખાડયો હતો.





