આવકવેરા રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં, આવકવેરા ભરનારાઓએ તેમની આવકના તમામ સ્ત્રોતો વિશે આવકવેરા વિભાગને માહિતી આપવાની હોય છે. આ સિવાય જો તમે ભાડુઆત ન રાખતા હોવ તો પણ એક ખાસ પરિસ્થિતિમાં તમારે ભાડું લીધા વિના પણ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
હાઉસ પ્રોપર્ટીની આવક ભાડામાંથી મળેલી રકમ કહેવાય છે. હાઉસ પ્રોપર્ટીમાં ઘર, એપાર્ટમેન્ટ તેમજ દુકાન, ફેક્ટરી અને ઓફિસ સ્પેસનો સમાવેશ થાય છે. સરકાર તમારા અંગત ઉપયોગ માટે 2 મકાનો પર ટેક્સ છૂટ આપે છે. વ્યક્તિગત ઉપયોગ વાળા મકાન કે ઘરને સેફલ ઓક્યુપાઈડ પ્રોપર્ટી કહેવામાં આવે છે. આના પર સરકાર તમારી પાસેથી ટેક્સ લેતી નથી.
નોશનલ રેન્ટ મુજબ, જો તમારી પાસે 2 થી વધુ મકાનો છે, તો ત્રીજા મકાનને સેફલ ઓક્યુપાઈડ પ્રોપર્ટી તરીકે ગણવામાં આવતું નથી અને તમારે આ મકાનનું ભાડું મળે કે ન મળે તે માટે સરકારને ટેક્સ ચૂકવવો જરૂરી હોય છે.
ધ્યાનમાં રાખો કે તમારે તમારી તમામ ઘરની મિલકતોના ભાડા વિશે અલગથી માહિતી આપવાની હોય છે. આ માટે, તમને ITR ફોર્મ 2/3/4માંથી જે પણ લાગુ પડે છે. તેનો ઉપયોગ કરીને તમે તમારું ITR રિટર્ન ભરી શકો છો.
નોશનલ રેન્ટની ગણતરી કરવા માટે, ત્રણ પ્રકારના રેન્ટ હોય છે, જે વાર્ષિક ભાડાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. તેમાં સ્ટાન્ડર્ડ રેન્ટ, મ્યુનિસિપલ રેન્ટ અને ફેયર રેન્ટ જેવા ત્રણ પરિબળોનો સમાવેશ થાય છે.
ફેયર રેન્ટ તેને કહેવામાં આવે છે જે દર્શાવે છે કે તે વિસ્તારમાં અન્ય કોઈ મિલકત તમારા જેટલું ભાડું જનરેટ કરી રહી છે કે નહીં. તમને જણાવી દઈએ કે નગરપાલિકા મ્યુનિસિપલ રેન્ટ નક્કી કરે છે. રેન્ટ કંટ્રોલ એક્ટ દ્વારા પ્રમાણભૂત ભાડું નક્કી કરવામાં આવે છે. આનાથી ભાડૂતોને એ ફાયદો થાય છે કે મકાનમાલિક તેના કરતા વધુ ભાડું વસૂલી શકતા નથી.
જણાવી દઈએ કે સ્ટાન્ડર્ડ રેન્ટ ફિક્સ્ડ હોય છે અને તેની સરખામણી મ્યુનિસિપલ રેન્ટ અને ફેયર રેન્ટની ઉપલી મર્યાદા સાથે કરવામાં આવે છે. આ બે દરોમાંથી જે પણ ઓછો હોય, તેને નોશ્નલ રેન્ટ કહેવામાં આવે છે. તેના આધારે તમારે ટેક્સ ચૂકવવો પડે છે.