ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮થી અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઇન્ડિયાની દિશામાં નક્કર પગલા લેવા આ ક્ષેત્રે ગુજરાતના ૫૫ શહેરો પૈકી રાજકોટ જિલ્લાના ચાર શહેરો ધોરાજી, ગોંડલ, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે.
રાજ્યના ટોપ ટેન શહેરોમાં રાજકોટ જિલ્લાના જેતપુર શહેરનો અને જેતપુર શહેરના બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ હોટ-સ્પોટ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લાના સરકારી સ્થળો પર ૧૧૭ વાઈ-ફાઈના એક્સેસ પોઈન્ટ કાર્યરત છે.
આમ રાજકોટ જિલ્લો ડિજિટલ બન્યો છે તેમ ઈ.સી.ટી ઓફિસરશ્રી નમ્રતાબેન નથવાણીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં ૨૫ સરકારી સ્થળો પર હોટસ્પોટ અને અર્બન વાઈ-ફાઈ પ્રોજક્ટ થકી સરકારી સ્થળો ઉપર ૧૧૭ એક્સેસ પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં સીટી બસ સ્ટેન્ડ/ડેપો, સિવિલ હોસ્પિટલ, કોર્ટ, લાઈબ્રેરી, મામલતદાર ઓફીસ, નગરપાલિકા, તાલુકા પંચાયતની કચેરીઓ વગેરેનો સમાવેશ થાય છે.
આ કચેરીઓમાં ધોરાજીમાં ૩૨, ગોંડલમાં ૨૧, જેતપુરમાં ૩૩, ઉપલેટામાં ૩૧ સહીત ૧૧૭ અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ કાર્યરત છે. તેમજ ૨૫ સ્થળોએ હોટસ્પોટ સુવિધા કાર્યરત છે. જેમાં ધોરાજીમાં ૪, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૫ સીટી એમ કુલ ૧૩ એક્સેસ પોઈન્ટ બસ સ્ટેન્ડમાં, ધોરાજીમાં ૫, ગોંડલમાં ૩, ઉપલેટામાં ૫, જેતપુરમાં ૫ એમ કુલ ૧૮ એક્સેસ પોઈન્ટ સિવિલ હોસ્પીટલમાં, ધોરાજીમાં ૫, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૫ મળી એમ કુલ ૧૪ એક્સેસ પોઈન્ટ કોર્ટમાં, ધોરાજીમાં ૪, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૩ એમ કુલ ૧૧ એક્સેસ પોઈન્ટ પુસ્તકાલયોમાં, ધોરાજીમાં ૪, ગોંડલમાં ૮, ઉપલેટામાં ૫, જેતપુરમાં ૫ એમ કુલ ૨૨ એક્સેસ પોઈન્ટ મામલતદાર ઓફીસમાં, ધોરાજીમાં ૫, ગોંડલમાં ૫, ઉપલેટામાં ૪, જેતપુરમાં ૫ એમ કુલ ૧૯ એક્સેસ પોઈન્ટ નગરપાલિકાઓમાં, ધોરાજીમાં ૫, ગોંડલમાં ૫, ઉપલેટામાં ૫, જેતપુરમાં ૫ એમ કુલ ૨૦ એક્સેસ પોઈન્ટ તાલુકા પંચાયતોમાં કાર્યરત છે.