Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સફળતાના વિચારબીજનું અરૂણભાઇ દવેની હસ્તે વિમોચન

જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર - મોટીવેશન સ્પીકર અરવિંદભાઈ ત્રિવેદીના આ પુસ્તકની આવક વૃધ્ધાશ્રમને આપવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-07-19 11:05:47
in ભાવનગર
Share on FacebookShare on Twitter

જાણીતા કોર્પોરેટ ટ્રેઈનર અને મોટીવેશન સ્પીકર અરવિંદભાઈ ત્રિવેદીના પુસ્તક “સફળતાનાં વિચારબીજ”નુ વિમોચન તા. ૧૬ને રવિવારે લોકભારતીના ડાયરેક્ટર અરૂણભાઇ દવેની અધ્યક્ષતામાં મેઘાણી ઑડીટોરિયમ (મીનીહૉલ) ખાતે યોજાઈ ગયું.
સ્વસુધારણા, ક્ષમતાવર્ધન, બગાડ નિયંત્રણ, અને સંસાધન વિકાસના મંત્રો અને ચાવીઓ સાથેનું વાંચનની સાથે સફળતાના વિચારબીજનું પણ આરોપણ કરતા આ પુસ્તકમાં ગુજરાતના વિવિધ સામયિકો અને સમાચાર પત્રોમાં પ્રગટ થયેલા લેખોનો સંગ્રહ અને સાથે એક્સરસાઇઝ અને કરી શકાય તેવા ટાસ્ક પણ છે.


પુસ્તકનું વિમોચન કરતા લોકભારતી સણોસરાના મેનેજીંગ ડાયરેકટર અને જાણીતા વૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ કહ્યું કે, સર્જન તે સર્જકનું નૃત્ય છે. સૃષ્ટિમાં બધું જ આખરે તો આનંદ માટે છે અને આપણા વિચારો તેમાં સૌથી અગત્યના છે, આખરે બધું જ વિચારોમાંથી જ નિર્માણ થાય છે. આ વિચારબીજને યોગ્ય દિશા આપવાનું કામ અરવિંદ ત્રિવેદીએ કર્યું છે અને તેની નિસબતને અભિનંદન.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ વેદ ઉપનિષદના ઉલ્લેખ સાથે શ્રેય અને પ્રેય કાર્યની વાત કરી આ પુસ્તક દ્વારા અરવિંદ ત્રિવેદીએ શ્રેય કાર્ય કર્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અરવિંદ ત્રિવેદીએ વાત કરતા જણાવ્યું હતું કે, આ પુસ્તક વસાવવા કરતાં વાંચવા, વિચારવા માટે છે‌‌. મારા ટ્રેનિંગ કાર્યક્રમો દરમિયાન લોકો મટીરીયલની માંગ કરતા તેના ફળસ્વરૂપે આ પુસ્તક તૈયાર થયું છે. ઉલ્લેખનીય છે કે, પુસ્તક દ્વારા થનારી આવક ‘ભાવનગર વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ’ને આપવામાં આવનાર છે.

આ પ્રસંગે ઉદ્યોગપતિઓ જતીનભાઈ ઠક્કર, કુતુબભાઈ કપાસી, અચ્યુતભાઈ મહેતા, શિક્ષણવિદ્ નલીનભાઇ પંડિત, સિનિયર સિટીઝન કાઉન્સિલના બકુલભાઈ ચાતુર્વેદી, પ્લાસ્ટિક મે. એસો.ના ભુપતભાઇ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે પ્રાથના ડૉ. ભાવના મહેતા – અંધારીયાએ પ્રસ્તુત કરી હતી તો સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નરેશ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ “ગ્રીન સિટી” દ્વારા આ ઉપસ્થિતિ લોકોને વૃક્ષારોપણ માટે રોપ વિતરણ પણ કરવામા આવ્યું હતું. પુસ્તક સ્ટુડિયો સાકાર, ઘોઘા સર્કલ પોસ્ટ ઓફિસની બાજુમાં, ગોવર્ધન કોમ્પલેક્ષ, ભાવનગર ખાતેથી મળી શકશે.

Previous Post

ભોપાલમાં સોનિયા ગાંધીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

Next Post

બેંગ્લુરુમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

aaspassdaily

aaspassdaily

Related News

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત
ભાવનગર

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

June 23, 2026
મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો
ભાવનગર

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

June 23, 2026
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા
ભાવનગર

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

June 23, 2026
Next Post
બેંગ્લુરુમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

બેંગ્લુરુમાં આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

મૂર્ધન્ય કવિ-સાહિત્યકાર ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે

મૂર્ધન્ય કવિ-સાહિત્યકાર ઉમાશંકર જોશીની જન્મજયંતી નિમિત્તે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.