દૂધ ઉત્પાદકો માટે મોટા સમાચાર: દૂધ મંડળીયે ફેટના ભાવમાં કર્યો વધારો રાજકોટ જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે સારા સમાચાર આવી રહ્યા છે કાલથી દૂધ ઉત્પાદકોને મંડળી દ્વારા એક કિલો ફેટના વધુ 10 રૂપિયા ચૂકવશે એટલે કે હવે દૂધ ઉત્પાદકોને મંડળી દ્વારા કિલો ફેટના ૮૧૦ રૂપિયા મળશે. મળતી માહિતી અનુસાર રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ તથા મંડળના સભ્યો દ્વારા દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં લઇ પ્રતિ કિલો ફેટના રૂપિયા ૧૦ વધારવામાં આવ્યાં છે. હાલ વરસાદની સિઝનને કારણે તથા આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખી દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોને કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખી અને આર્થિક મદદ મળી રહે તેવા ઉદ્દેશથી એક કિલો ફેટના ભાવ કુલ ૮૧o રૂપિયા કર્યા. હાલ અત્યાર સુધી એક કિલો ફેટના ભાવ 800 રૂપિયા હતા જેમાં ૧૦ નો વધારો કરી આવતીકાલથી દૂધ ઉત્પાદકોને એક કિલો ફેટના ૮૧૦ રૂપિયા મળશે એક વર્ષ પહેલા આ સમયે એક કિલો ફેટનો ભાવ ૭૪૦ રૂપિયા હતો આમ જોવા જઈએ તો એક વર્ષમાં એક કિલો ફેટ નો ભાવ ૭૦ રૂપિયા વધ્યો છે. દૂધ સંઘ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સંઘ સાથે જોડાયેલા ૫૦ હજારથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ થશે