હોલિવૂડની એક્શન સ્પાય ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘મિશનઃ ઈમ્પોસિબલ-ડેડ રેકનિંગ પાર્ટ વન’એ હવે ભારતીય બોક્સ ઓફિસ પર 80 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ટોમ ક્રૂઝની ફેમસ હોલીવૂડ મૂવી તાજેતરમાં 12મી જુલાઈના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મે 9 દિવસમાં 80 કરોડની કમાણી કરી લીધી છે. જો કે, આ ફિલ્મ 100 કરોડનો આંકડો ચોક્કસપણે સ્પર્શશે, પરંતુ હવે કેટલીક અન્ય ફિલ્મો પણ મેદાનમાં ટક્કર આપવા આવી છે. જણાવી દઈએ કે, ક્રિસ્ટોફર નોલાનની ‘ઓપનહાઇમર’ પણ આજે રિલીઝ થઈ રહી છે, જેની એડવાન્સ બુકિંગ પહેલાથી જ તોફાન મચાવ્યો છે. બીજી તરફ 29 જૂને રિલીઝ થયેલી ‘સત્યપ્રેમ કી કથા’ની હાલત હવે બગડી ગઈ છે.
ફિલ્મોની કમાણીના આંકડા શેર કરતી સાઈટ સેક્નિલ્કે જણાવ્યું છે કે, ટોમ ક્રૂઝની ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ 7’એ ગુરુવારે નવમા દિવસે 3.75 કરોડની કમાણી કરી છે. આ 9 દિવસમાં ફિલ્મે કુલ 80.60 કરોડની કમાણી કરી લીધી છે. ગુરુવારે ફિલ્મની અંગ્રેજી ઓક્યુપેન્સી 11.94% રહી હતી.
ટોમ ક્રૂઝની ફિલ્મે 8 દિવસમાં 2150 કરોડ રૂપિયાની કમાણી કરી
2400 કરોડના જંગી બજેટમાં બનેલી ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ-ડેડ રેકનિંગ પાર્ટ વન’ તેની કિંમતની ખૂબ નજીક પહોંચી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મે 8 દિવસમાં 2150 કરોડ રૂપિયા (નેટ કલેક્શન)ની કમાણી કરી લીધી છે. તે જ સમયે, ફિલ્મે 8 દિવસમાં સમગ્ર ભારતમાં 91.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
કાર્તિક-કિયારાની આ ફિલ્મે 80 કરોડનો આંકડો સ્પર્શ કર્યો
સમીર વિદ્વાંસ દ્વારા નિર્દેશિત ‘સત્યપ્રેમ કી કથા’ હવે તેના છેલ્લા તબક્કામાં હોય તેમ લાગી રહ્યું છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી લગભગ બંધ થઈ ગઈ છે. ફિલ્મે 22માં દિવસે માત્ર 65 લાખની કમાણી કરી છે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આ ફિલ્મે 22 દિવસમાં 80.16 કરોડની કમાણી કરી લીધી છે. આ કોમેડી ડ્રામા ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી ઉપરાંત ગજરાજ રાવ, રાજપાલ યાદવ, સુપ્રિયા પાઠક, શિખા તલસાનિયા પણ જોવા મળશે.