દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારબાદ શુક્રવારે ત્યાં ટ્રાફિક જામ જોવા મળ્યો. મુંબઈના ચેમ્બુરમાં વરસાદના પાણી ઘરમાં ઘૂસી ગયા. હવામાન વિભાગે મુંબઈ અને આજુબાજુના વિસ્તારોમાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમાં પાલઘર, મુંબઈ, થાણા, રાયગઢ અને રત્નાગિરિ સામેલ છે. ગુજરાતમાં પણ આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
હિમાચલ પ્રદેશમાં એકવાર ફરીથી ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ શિમલા, સોલન, સિરમૌર, ઉના, હમીરપુર, લાહૌલ સ્પિતિ અને કિન્નોરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જેને જોતા રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.





