વિશ્વના લગભગ દરેક દેશમાં આવકવેરાને લગતો એક કાયદો બનેલો છે. ભારત પણ તેમાંથી એક છે. દેશમાં આવકવેરા અંગે બનેલા કાયદાનો પાયો અંગ્રેજોના જમાનામાં નખાયો હતો, જ્યારે નાણાંની અછત થઈ ગઈ હતી. સરકાર સામાન્ય માણસની આવકમાંથી માત્ર આ કારણોસર જ ટેક્સ વસૂલે છે જેથી સમાજનો વિકાસ શક્ય બને. ભારતમાં આવકવેરાનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે, જે નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ કાર્ય કરે છે, અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) નામની સર્વોચ્ચ સંસ્થા નેતૃત્વ કરે છે. આજનો દિવસ માત્ર ભારત સરકારના આવકવેરા વિભાગ માટે જ ખાસ નથી પરંતુ સામાન્ય માણસ માટે પણ ખાસ છે, કારણ કે રાષ્ટ્રીય આવકવેરા દિવસ દેશ માટે આવકવેરાના મહત્ત્વને ઉજાગર કરવા માટે ઉજવવામાં આવે છે જેથી સામાન્ય લોકો સમયસર ટેક્સ ભરીને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારીની ખાતરી કરી શકે.
163 વર્ષ જૂનો છે કાયદો
જે નિયમથી ભારત સરકારની તિજોરી ભરવાનું શરૂ થયું. આજે તેમની વર્ષગાંઠ છે. બરાબર 163 વર્ષ પહેલાં સર જેમ્સ વિલ્સને 24 જુલાઈ 1860ના રોજ ભારતમાં ઈન્કમટેક્સ લાગુ કર્યો હતો. આ યોજના 1857ના વિપ્લવ દરમિયાન બ્રિટિશ શાસનને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 1922માં કર વસૂલાતના સંકલન માટે સત્તાવાર માળખું અથવા વિભાગની સ્થાપના કરવામાં આવી તે પહેલાં આ વર્ષો સુધી ચાલ્યું હતું. આ ઉપરાંત, 1922 ના આવકવેરા કાયદાએ ઘણા આવકવેરા વહીવટ માટે અલગ નામકરણ રજૂ કર્યું હતું.
બાદમાં 1939માં કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો અને બે મોટા માળખાકીય સુધારા કરવામાં આવ્યા. અપીલના કાર્યોને વહીવટી કાર્યોથી અલગ કરવામાં આવ્યા તેમજ મુંબઈ (તે સમયે બોમ્બે)માં કેન્દ્રીય ચાર્જ રજૂ કરવામાં આવ્યો. 2010 માં, નાણા મંત્રાલયે આ વસૂલાતની સ્થાપનાની યાદમાં 24 જુલાઈને આવકવેરા દિવસ તરીકે જાહેર કર્યો. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, વર્ષ 1860 માં પ્રથમ વખત આવકવેરો એક ફરજ તરીકે વસૂલવામાં આવ્યો હતો અને આ વેરો લગાવવાનો અધિકાર એ વર્ષે 24 જુલાઈએ લાગૂ થયોહતો, એટલા માટે આ દિવસને ઈન્ક્મ ટેક્સ ફાઇલિંગ દિવસ તરીકે ઉજવવાની દરખાસ્ત લાવવામાં આવી.
હવે કેટલી છે સરકારની આવકવેરાથી કમાણી?
જો આપણે નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા છેલ્લા નાણાકીય વર્ષ (2022-23)ના અહેવાલ પર નજર કરીએ, તો તે જાણીતું છે કે કુલ ટેક્સ કલેક્શન 16.61 લાખ કરોડ રૂપિયા હતું, જે અગાઉના નાણાકીય વર્ષ (2021-222)માં 14.12 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે ટકાવારીમાં જોઈએ તો એક વર્ષમાં ટેક્સ કલેક્શનમાં કુલ 17.63%નો વધારો થયો છે. જો આપણે નાણાકીય વર્ષ 2023-24ના જૂન ક્વાર્ટર સુધીના કલેક્શન સાથે તેની સરખામણી કરીએ તો ખબર પડે છે કે નાણાકીય વર્ષ 2023-24 માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 3.79 લાખ કરોડ રહ્યું છે, જે પાછલા નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં રૂ. 3,41,568 કરોડ હતું. આ 11.18% નો વધારો દર્શાવે છે.