રાજ્યના નાગરિકોને તેમના તમામ પ્રશ્નો,સમસ્યાઓ અને રજુઆતોનો નિકાલ મેળવવા કચેરી કે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. સરકારે આ બાબતે રાજ્યના પોલીસ વિભાગને સૂચના આપી છે.. જે બાદ પોલીસ વિભાગ દ્વારા પણ આ મામલે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવાયુ છે કે નાગરિકો તેમના વિવિધ પ્રશ્નો,ફરિયાદો,રજૂઆતો લઇને જ્યારે કચેરીમાં આવે ત્યારે તેઓની રજૂઆત કે પ્રશ્નો સબંધિત કચેરીમાં જ સાંભળીને તેનો નિકાલ કરવામાં આવે તે ઇચ્છનીય છે. તેમાં એવો પણ ઉલ્લેખ છે કે સરકાર દ્વારા આ વાત પર ભાર મુકવામાં આવ્યો છે..
પરિપત્રમાં જણાવાયુ છે કે તમામ પોલીસ કમિશન, રેન્જ વડા, પોલીસ અધિક્ષકએ તેમના શહેર,રેન્જ, જિલ્લા ખાતે અરજદારોને સાંભળવા માટે સપ્તાહમાં કોઇ બે દિવસ નિશ્ચિત કરે, અરજદારોને સાંભળી તેઓની રજૂઆતોના નિકાલ માટે આયોજન કરે અને તે અંગેનું રજિસ્ટર પણ નિભાવવામાં આવે.