જો ખાધા પછી પેટ ફુલેલું લાગે કે ગેસ તેમજ ભારે લાગવાની સમસ્યા લાગે તો તમારા આંતરડામાં કંઈક ગરબડ હોવાનો સંકેત છે. આજકાલ લોકો ફાસ્ટ ફૂડ, બહારના અન્ય ખોરાક તેમજ ખાંડ, મસાલેદાર, તેલ અને ચરબીવાળી વસ્તુઓનું વધુ સેવન કરે છે. આ બધી વસ્તુઓ પાચનતંત્ર પર ગંભીર અસર કરે છે. જેથી પેટમાં પાચનક્રીયા વ્યવસ્થિત જળવાય અને પેટ સાફ રહે તે માટે કેટલાક ખોરાક લેવા પણ જરુરી છે.
આમળા
વિટામીન સીનો ઉત્તમ સ્ત્રોત છે અને પેટ માટે પણ ફાયદાકારક છે. આમળામાં એન્ટીઑકિસડન્ટો પણ ભરપૂર હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને બળતરા અટકાવે છે. આ ઝાડા અને માંસપેશીઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
હળદર
હળદરમાં ઔષધીય ગુણો હોય છે. જે આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં એન્ટીઑકિસડન્ટ હોય છે. જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
છાશ
છાશમાં કુદરતી રીતે પ્રોબાયોટીક્સ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જમ્યા પછી પાચનતંત્રને શાંત કરવામાં મદદ કરે છે. જેમાં કાળા મરી, જીરું અથવા ફુદીનો જેવી હર્બ્સ પણ ઉમેરી શકો છો. કબજિયાત જેવી સમસ્યાઓ દૂર રહેશે.
ઘી
ઘીમાં બ્યુટીરિક એસિડ હોવાથી તે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ એસિડ હાનિકારક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. જો તમે કબજિયાત કે પાઈલ્સ ના દર્દી છો તો ઘી ચોક્કસ ખાઓ.