દેશમાં એક તરફ આરોગ્ય વિમામાં હવે જાગૃતિ વધી છે તો એક ચોકકસ વર્ગ માટે કેન્દ્રની મોદી સરકારે આયુષ્યમાન ભારત યોજના હેઠળ અનેક બિમારીઓ તથા ઓપરેશન સુદ્ધામાં મફત સારવાર સુધીની જોગવાઈ કરી છે પણ દેશમાં વધતા જતા આરોગ્ય સામેના પ્રશ્નોથી હવે વિમા પોલીસીઓના પ્રિમીયમ પણ સતત વધતા જાય છે અને સામાન્ય લોકો માટે તો મેડીકલેમ હજુ એક સ્વપ્ન જ છે. આ ઉપરાંત હવે અગાઉની ડાયાબીટીસ તથા બી.પી. સહિતના સાયલન્ટ રોગ ધરાવતા લોકો માટે હેલ્થ પોલીસી ખરીદવી આસાન નહી હોય તે નિશ્ચિત થવા લાગ્યુ છે. આ માટે તેઓને વધારાના પ્રીમીયમ ચુકવવુ પડે છે.
ઉપરાંત સારવાર સમયે પણ તેઓને પોલીસીની શરતો મુજબ પુરો કલેમ પણ મળતો નથી. વિમા કંપનીઓ હવે આ રોગને વધુ સાવધાનીથી આગળ વધે છે અને હવે વિમા રેગ્યુલેટરી ઓથોરીટીએ લાઈફ સ્ટાઈલ સાથે સંકળાયેલા રોગો માટે ખાસ પોલીસી તૈયાર કરવા પણ જણાવ્યું છે. જેમાં સ્ટેન્ડ એલાન કવર એટલે કે, ડાયાબીટીસ જેવા સાયલન્ટ રોગમાં પછીની સ્થિથિએ જે બિમારી થશે તેના માટે ખાસ પ્રિમીયમ લેવાશે અને તેમાં વેઈટીંગ પીરીયડ એટલે કે પોલીસી લીધા બાદ બે વર્ષ સુધી તે કોઈ કલેમ પણ કરી શકશે નહી.
છેલ્લા 1 વર્ષમાં હેલ્થ પોલીસીનું પ્રિમીયમ 15થી25% વધી ગયુ છે અને વિમા ક્ષેત્રના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ તે હવે દરમાં 5-7% વધારો નિશ્ચિત છે. જે રીતે સારવાર-દવા વિ.ના ખર્ચ વધતા જાય છે તેની પણ અસર પોલીસી પ્રિમીયમ પર પડશે. આ ઉપરાંત હવે ખાસ બિમારી માટે સુપર ટોપ અપ પ્લાન પણ ઓફર થાય છે જેનાથી બેઝીક કવર સાથે સુપર ટોપઅપ પ્લાન લેવું તે સસ્તુ પડે છે.






