અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. પ્રહલાદનગરના આનંદનગર રોડ પર અકસ્માત સર્જાયો છે. ટાયટેનિયમ સિટી સેન્ટર પાસે કારચાલકે 2 રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતમાં બે લોકોને ફ્રેક્ચર થયું હતું. ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર ચાલકે એક ટેમ્પો, ગાડી અને બે રીક્ષાને ટક્કર મારી છે. જેમાં પિક અવર્સમાં અકસ્માત થતાં લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય ગયા છે. તેમજ અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ પછી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારચાલકની અટકાયત કરી છે. જેના અંગે કારચાલકના જણાવ્યા અનુસાર ઘરે ઝઘડો થયા હોવાથી બહાર નીકળ્યા બાદ ભાન ન રહેતા અકસ્માત સર્જાયા હોવાની માહિતી આપી છે. જ્યારે પોલીસે અકસ્માત સર્જવા પાછળનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.





