Monday, March 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 134 વર્ષનું લાંબુ વેઇટીંગ !

મા-બાપ સાથે અમેરિકા ગયેલા 1.34 લાખ બાળકો ગ્રીન કાર્ડથી વંચિત રહી જાય, ર1 વર્ષના થાય તો તેમને ભારત પાછા આવવું પડે !

aaspassdaily by aaspassdaily
2023-09-06 10:52:21
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ભારતીયો માટે ગ્રીન કાર્ડનું જે એક સદીથી પણ લાંબુ વેઈટિંગ ચાલી રહ્યું છે તેના પર ખાસ્સો ઉહાપોહ મચ્યો છે. એક અંદાજ અનુસાર, હાલની સ્થિતિમાં અમેરિકામાં વર્ષોથી રહેતા લગભગ 10.7 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને જે લોકો ઇબી-2 અને ઇબી-3 વિઝા પર અમેરિકામાં જોબ કરી રહ્યા છે તેમનો ગ્રીન કાર્ડનો બેકલોગ ક્લીયર થતાં 134 વર્ષ લાગી શકે છે.
આ સ્થિતિમાં મા-બાપ સાથે અમેરિકા ગયેલા લગભગ 1.34 લાખ બાળકો પણ ગ્રીન કાર્ડથી વંચિત રહી જાય તેવી શક્યતા છે. તેવામાં જો આ બાળકો ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ 21 વર્ષના થઈ જાય તો તેમને ઈન્ડિયા પાછા આવવું પડે તેમ છે. અમેરિકા દર વર્ષે એમ્પ્લયોમેન્ટ કેટેગરીમાં માત્ર 1.4 લાખ ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરે છે, તેમાંય દુનિયાના દરેક દેશને માત્ર સાત ટકાનો જ ક્વોટા ફાળવવામાં આવ્યો છે. જોકે, નિશ્ચિત ક્વોટા સામે ભારતીયો દ્વારા મોટી સંખ્યામાં ગ્રીન કાર્ડ માટે અરજી કરવામાં આવે છે જેના કારણે તેનું વેઈટિંગ ઓછું થવાને બદલે દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. એચ-1બી વિઝા પર જે ભારતીયો હાલ અમેરિકામાં છે અને જેમને અમેરિકામાં જ સેટલ થવું છે તેમની પણ આ જ સ્થિતિ છે.
માર્ચ 2023 સુધીના આંકડા અનુસાર, ઇબી-2 અને ઇબી-3 કેટેગરીમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા હોય તેવા ભારતીયોની સંખ્યા 10.7 લાખને આંબી ગઈ છે. વેઈટિંગ દરમિયાન જ જે લોકોનું અવસાન થયું હોય કે પછી ઉંમર નીકળી ગઈ હોય તેવા લોકોને જો દૂર કરવામાં આવે તો પણ હાલ ચાલી રહેલું વેઈટિંગ ક્લીયર થવામાં 54 વર્ષનો સમય લાગી શકે છે, અને જો આવા લોકોને પણ વેઈટિંગમાં સમાવી લેવાય તો હાલનું વેઈટિંગ 134 વર્ષને આંબી જાય તેમ છે.
અમેરિકાની કાસ્ટો ઈન્સિસ્ટિયૂટના ઈમિગ્રેશન સ્ટડીઝના અસોસિએટેડ ડિરેક્ટર ડેવિટ જે. બાયરે આ મામલે તૈયાર કરેલા રિસર્ચ રિપોર્ટમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે. અમેરિકામાં કામ કરતા પેરેન્ટ્સ સાથે ત્યાં રહેતા બાળકોને તેમના ડિપેન્ડન્ટ તરીકે એચ-4 વિઝા પર અમેરિકામાં રહેવાની પરવાનગી મળતી હોય છે. જોકે, તેમને ગ્રીન કાર્ડ મળે તે પહેલા જ જો તેમની ઉંમર 21 વર્ષ થઈ જાય તો તેઓ એચ-4 વિઝા પર અમેરિકામાં નથી રહી શકતા, અને જો તેમને યુએસમાં રહેવા માટે બીજા કોઈ વિઝા ના મળે તો તેમને ઈન્ડિયા પાછાં આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

Previous Post

દુનિયાની સૌથી મોટી શ્રીમદ ભગવદગીતા 9 ફૂટની!

Next Post

રાજકીય પક્ષોની અમીરી: ભાજપની મિલકત રૂા.4990 કરોડમાંથી રૂા.6046 કરોડ થઈ

aaspassdaily

aaspassdaily

Related News

બજેટમાં 6 મોટી જાહેરાતો કરી શકે છે સીતારમણ
તાજા સમાચાર

આજે લોકસભામાં રજૂ થશે કોર્પોરેટ કાયદા સુધારા બિલ

March 23, 2026
સબ્સીડાઈઝ LPG સિલિન્ડરની માંગનો રેકોર્ડ સર્જાયો
તાજા સમાચાર

14.2 કિલોના બદલે હવે 10 કિલોના ગેસ સિલિન્ડર માટે વિચારણા

March 23, 2026
અમદાવાદમાં આજથી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
તાજા સમાચાર

ભારતના ૧૫ રાજ્યોમાં પાંચ દિવસ વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

March 23, 2026
Next Post
રાજકીય પક્ષોની અમીરી: ભાજપની મિલકત રૂા.4990 કરોડમાંથી રૂા.6046 કરોડ  થઈ

રાજકીય પક્ષોની અમીરી: ભાજપની મિલકત રૂા.4990 કરોડમાંથી રૂા.6046 કરોડ થઈ

હવે આગામી મહિને ગગનયાન-1; ઈસરોની તૈયારી શરૂ

હવે આગામી મહિને ગગનયાન-1; ઈસરોની તૈયારી શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.