આજે ઘરેલુ શેરબજારની શાનદાર ઓપનિંગ થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેંસેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો આવતા 67,400 કરતા વધુ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
આજે ઘરેલુ શેરબજારની શાનદાર ઓપનિંગ થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેંસેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો આવતા 67,400 કરતા વધુ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પહેલી વાર 20,100ને પાર ખુલ્યો છે. નિફ્ટી 20,069ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પર L&T, ICICI બેન્ક, હિંડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ઉચ્ચ સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. HUL, અદાણી પોર્ટ્સ, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ડસઈન્ડ બેન્કને નુકસાન થયું છે.
સેન્સેક્સ અને નિફ્ટી ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતો અનુસાર સોમવારે નિફ્ટીએ પહેલી વાર 20,000નો આંકડો પાર કરતા ભારતીય શેરબજારમાં તેજી જળવી રહેશે. FII, DII અને ભારતીય રિટેઈલ રોકાણકારોએ સતત રોકાણ કરતા ભારતીય સૂચકઆંક રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.






