ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડામાં વિવાદ વધી ગયો છે. કેનેડા તરફથી એક્શન બાદ ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપવાની છે. ભારતના ત્વરિત એક્શન બાદ હવે કેનેડાનું વલણ નરમ પડ્યું છે. આ વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ મંગળવારે કહ્યું કે, અમે હિન્દુસ્તાનને ઉકસાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યા, પરંતુ ઓટાવા (કેનેડાની રાજધાની) ઈચ્છે છે કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે સંભાળે.
રૉયટર્સના અનુસાર ટ્રૂડોએ કહ્યું કે, ‘ભારત સરકારે આ મામલાને ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે એવું જ કરી રહ્યા છીએ. અમે ઉકસાવી નથી રહ્યા કે તેને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરી રહ્યા.’ ટ્રૂડોએ નિજ્જરની હત્યા અને ભારત સરકારના એજન્ટ વચ્ચેની સંભવિત સંબંધમાં દાવો કર્યો છે.





