લાંબા સમય સુધી સ્વસ્થ અને ફિટ રહેવા માટે શરીરને તમામ પોષક તત્વોની જરૂર હોય છે. પૌષ્ટિક આહાર દ્વારા તમે તમારા સ્વાસ્થ્યની સારી કાળજી લઈ શકો છો. શરીરમાં વિટામિન અને પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે ઘણી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં એવું થાય છે શરીરની સારી રીતે કાળજી લેવાઈ શકતી નથી અને શરીરમાં પોષક તત્વોની ઉણપ આવી જાય છે, ત્યારે આજે અમે તમને એવા ડ્રાય ફ્રુટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ડાયટમાં સામેલ કરવાથી શરીરને જરૂરી પ્રોટીન મળે છે. જ્યારે ઈચ્છો ત્યારે આ પ્રોટીનયુક્ત ડ્રાય ફ્રુટ્સ ખાઈ શકો છો. ચાલો આ 5 પ્રોટીનથી ભરપૂર ડ્રાય ફ્રુટ્સ વિશે જાણીએ…
આ ડ્રાયફ્રૂટ્સમાંથી તમને ભરપૂર માત્રામાં પ્રોટીન મળશે –
અખરોટ – અખરોટને પ્રોટીનનો ખજાનો માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. 100 ગ્રામ અખરોટ ખાવાથી લગભગ 15 ગ્રામ પ્રોટીન મળે છે.
બદામ – બદામ મગજ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. જો કે મગજને તેજ બનાવવાની સાથે તે પ્રોટીનની ઉણપને પૂરી કરવામાં પણ ફાયદાકારક છે. પલાળેલી બદામ ખાવાથી ફાયદો વધુ થાય છે.
કાજુ – કાજુ સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. લગભગ 100 ગ્રામ કાજુ 20 થી 22 ગ્રામ પ્રોટીન પ્રદાન કરે છે.
કિસમિસ – કિસમિસને પણ પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કિસમિસ ખાવાથી પ્રોટીન મળે છે. આટલું જ નહીં, જો તમે કિસમિસને પલાળીને ખાઓ તો તેના ફાયદા બમણા થઈ જાય છે.
પિસ્તા – પિસ્તા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પ્રોટીનની સાથે તેમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. આ સ્વાસ્થ્ય માટે સારા છે. પિસ્તા ખાવાથી પ્રોટીનની ઉણપ પૂરી થાય છે. 100 ગ્રામ પિસ્તામાં લગભગ 20 ગ્રામ પ્રોટીન હોય છે.