રેલ્વે મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ, 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપવાના છે. આ નવ વંદે ભારતમાં નવા રૂપમાં વંદે ભારત એટલે કે નારંગી રંગની ટ્રેનનો પણ સમાવેશ થાય છે.
આગામી દિવસોમાં દેશને એક સાથે નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ પ્રથમ વખત હશે જ્યારે આટલી મોટી સંખ્યામાં વંદે ભારત ટ્રેનો વિવિધ રાજ્યોમાંથી રવાના થશે. વડાપ્રધાન મોદી આ તમામ ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે. આ નવ વંદે ભારત ટ્રેનો એકસાથે ચલાવવામાં આવ્યા બાદ વંદે ભારત ટ્રેનોની સંખ્યા 33 પર પહોંચી જશે. રેલવે લગભગ બે મહિના પછી વંદે ભારતનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યું છે. 24 સપ્ટેમ્બરે વંદે ભારત કાસરગોડથી ત્રિવેન્દ્રમ, જયપુરથી ઉદયપુર, પટનાથી હાવડા, રાંચીથી હાવડા, હૈદરાબાદથી બેંગલુરુ, ચેન્નાઈથી તિરુનેલવેલી, ઈન્દોરથી જયપુર, પુરીથી રાઉરકેલા, વિજયવાડાથી ચેન્નાઈ, જામનગરથી અમદાવાદ વચ્ચે દોડશે.
રેલ્વે મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ, 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમામ ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપવાના છે. આ નવ વંદે ભારતમાં નવા રૂપમાં વંદે ભારત એટલે કે કેસરી રંગની ટ્રેનનો પણ સમાવેશ થાય છે. પ્રથમ નવી લિવરી વંદે ભારત કાસરગોડથી ત્રિવેન્દ્રમ સુધી ચાલી શકે છે. આ સિવાય આઠ વંદે ભારત માત્ર વાદળી રંગના હશે. વર્તમાન પરિસ્થિતિમાં 23 વંદે ભારતનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનો ઉત્તર-પૂર્વના રાજ્યો સિવાય તમામ રાજ્યોમાંથી દોડી રહી છે. જોકે, વંદે ભારતનું સંચાલન ઉત્તર-પૂર્વમાં આસામથી પણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 35 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેક પર આવી ચુકી છે. જેમાંથી 33 વંદે ભારત એક્સપ્રેસ ચાલે છે, બે ટ્રેન સેટ રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય અને વંદે ભારતની સેવામાં કોઈ અડચણ ન આવે.