Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું – પીએમ મોદી

કેસરી સાફા અને ખેસ સાથે મહિલાઓ​​ પીએમને આવકારવા મોટી સંખ્યામાં ઊમટી પડી

aaspassdaily by aaspassdaily
2023-09-27 10:53:48
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મંગળવારના પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યા ગુજસેલ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મહિલાઓ​​ પીએમને આવકારવા મોટી સંખ્યામાં ઊમટી પડી હતી​​​​​ હતી. મહિલાઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ એરપોર્ટ પર સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. સ્ટેજ પર મહિલાઓ સાથે પીએમ મોદી, પાટીલ અને CM ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીનું CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર અને મહિલા ધારાસભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
તમામ માતા-બહેનોને નમન કરતાં મોદીએ કહ્યું, માતા-બહેનોના આશીર્વાદ મળે એનાથી મોટું સૌભાગ્ય શું હોય, અહીં આવ્યા અગાઉ હું આખો દિવસ યુવાઓ સાથે જોડાયેલા કાર્યક્રમમાં હાજર હતો. આજે મને તમારા બધાનાં મોઢાં પર ખુશી જોવા મળી રહી છે, તમે તમારા ભાઈ અને દીકરાને જે કામ માટે વિશ્વાસ કરી મોકલ્યો એ કામ કર્યું.
આ સપનું વર્ષો અગાઉ ગુજરાતની ધરતીથી આપણે જોયું હતું, આજે એ સંકલ્પ સાથે હું આવ્યો છું. હંમેશની જેમ રક્ષાબંધન પર તમારી ઘણી રાખડીઓ મળી હતી, અમારા ત્યાં રાખડીના બદલામાં ભેટ આપવાનો રિવાજ છે. મેં પહેલેથી ગિફ્ટ તૈયારી કરી દીધી હતી, પરંતુ પહેલાં તો કહેવાય નહિ. નારીશક્તિ વંદન અધિનિયમ મારી બહેનોનાં સપનાં પૂરાં થવાની ગેરંટી છે. વિકસિત ભારતની ગેરંટી છે, મહિલાઓ હશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે, હું તમને બધાને બિલ પાસ થવાની શુભેચ્છા આપું છું.
તેમણે વધુમાં જણાવતાં કહ્યું, બહેન, દીકરીઓ તમે જાણો છો કે આઝાદી પછી નારીશક્તિ સાથે ન્યાય નથી થયો, કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે એનાથી શું આશા રાખી શકો. દેશ આ રીતે જ વિકાસ ના કરી શકે, મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાનાં બનાવવામાં આવતાં હતાં, ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યાં, મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ, સામાજિક સ્થળ પર બહેન-દીકરીઓ માટે કન્યા કેળવણી અભિયાન ચલાવ્યું. મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ અને પક્ષના નેતા તમામમાંથી એક સ્થાન મહિલાને આપ્યું, દલિત અને આદિવાસી સમાજને પણ અમે પદ આપ્યું છે. ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કર્યો, મહિલાઓ માટે રોજગારી વધી, મહિલાઓ માટે સરકારી યોજના બનાવી, મહિલાઓ માટે મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી, ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે, ગર્ભવતી માતાઓને પોષણ મળે એ માટે કામ કર્યું છે.
સ્ટેજ પર થોડા સમય માટે મહિલા નેતાઓને જ સ્થાન આપવામાં આવ્યું હતું. મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા, અસારવાનાં ધારાસભ્ય દર્શના વાઘેલા, નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાણી, ઠક્કરબાપા નગરનાં ધારાસભ્ય કંચન રાદડિયા, જિલ્લા પંચાયત પ્રમુખને સ્થાન આપવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા અને અલ્પેશ ઠાકોર સાથે આવ્યા હતા, કાર્યક્રમ સ્થળ ખીચોખીચ મહિલાઓથી ભરાયું હતું. કાર્યક્રમમાં મહિલાઓએ ગરબા પણ કર્યા.

મહિલાઓની ભાગીદારી વધે એ માટેનું કમિટમેન્ટ પૂરું થયું – CM ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધતાં કહ્યું હતું કે, નીતિ સાફ, નિયત નેક હોય તો સારાં કામ થાય છે, મોદી સાહેબે નીતિથી કામ કર્યું છે. ટ્રિપલ તલાક, 370 અને હવે અનામત ત્રણેય નિર્ણય તેમના કાર્યકાળમાં થયા છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી ભારતને વિકસિત કરવાનું આ પગલું છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટેનું કમિટમેન્ટ પૂરું થયું છે.

ભારતીય જનતા પાર્ટીનો નવો ખેસ લોન્ચ
પીએમ મોદી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો નવો ખેસ લોન્ચ કરવામાં આવ્યો છે. ખેસમાં એક તરફ પીએમ મોદીનો ફોટો અને બીજી તરફ કમળનો ફોટો રાખવામાં આવ્યો છે. હિન્દીમાં ભારતીય જનતા પાર્ટી લખવામાં આવ્યું છે

Previous Post

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રતિષ્ઠા સમારોહ

Next Post

4 જ દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ માના ચરણોમાં શીશ ઝૂકાવ્યું

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
4 જ દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ માના ચરણોમાં શીશ ઝૂકાવ્યું

4 જ દિવસમાં 20 લાખથી વધુ માઈભક્તોએ માના ચરણોમાં શીશ ઝૂકાવ્યું

ચોથા દિવસે વધુ એક ગોલ્ડ મેડલ : શૂટિંગમાં મહિલા ટીમે મારી બાજી

ચોથા દિવસે વધુ એક ગોલ્ડ મેડલ : શૂટિંગમાં મહિલા ટીમે મારી બાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.