Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ રોકાવાનો સમય નથી, આગળના 20 વર્ષ મહત્વના છે – વડાપ્રધાન મોદી

મને અહીં બોલાવ્યો તો હું 20 વર્ષ નાનો થઈ ગયો, જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોય શકે : ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાની સિદ્ધિમાં આયોજિત કાર્યક્રમમાં મોદીએ કચ્છ ભુકંપ અને ગોધરાને પણ યાદ કર્યા

aaspassdaily by aaspassdaily
2023-09-27 12:27:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી પહોંચ્યા હતા જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીએ નેચર પાર્ક, રોબોટિક ગેલેરીની પણ મુલાકાત લીધી હતી સાથે જ સાયન્સસિટીમાં આયોજીત ‘સમિટ ઓફ સક્સેસ’નું ઉદ્ધાટન કર્યું.
ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાની સિદ્ધિમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાત વાયબ્રન્ટનું એક નાનું બીજ વાવ્યું હતું ને આજે વટવૃક્ષ બની ગયું છે, આ એક બ્રાન્ડિંગનું આયોજન નહીં બોન્ડિંગનું આયોજન છે. દુનિયા માટે આ બ્રાન્ડ હોઇ શકે પણ મારા માટે સફળ બોન્ડિંગ છે. 7 હજાર બિઝનેસ પાર્ટનર સાથે જોડાયેલા બોન્ડ છે. આજે સ્વામિ વિવેકાનંદની વાત યાદ આવે છે. પહેલા લોકો ઉપહાસ ઉડાવે, વિરોધ કરે અને પછી તેને સ્વીકારે છે.
ખાસ કરીને ત્યારે જ્યારે આઇડિયા પાંચ વર્ષ પહેલાના હોય. યુવાનોને ખબર પણ નહીં હોય કે 2001માં આવેલા ભૂકંપમાં ગુજરાતની સ્થિતિ શું હતી. હજારો લોકોના મૃત્યુ થયા હતા. ગોધરાની ઘટના બની ત્યારે ગુજરાત હિંસાની આગમાં સળગી રહ્યું હતું, દુનિયામાં ગુજરાતને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું, ગુજરાત તેના પગ પર ઊભું નહીં થાય તેવા નિવેદનો આવ્યા, ત્યારે મેં સંકલ્પ કર્યો કે, જે પણ પરિસ્થિતિ છે તેમાંથી ગુજરાતને બહાર કાઢીને રહીશ. ગુજરાતના આત્મવિશ્વાસ વધારવા વાયબ્રન્ટ ગુજરાત લાવ્યા અને આજે સફળતાના 20 વર્ષ પૂરા થયા છે. ગુજરાત સાંસ્કૃતિક ધરોહર બતાવવાનું માધ્યમ બની ગયું છે. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ, ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાતને રાજકારણથી જોતા હતા. સહયોગ તો દૂરની વાત તે પ્રોજેક્ટો અટકાવવામાં આવતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવતા હતા. આ ડર સાથે વિદેશી રોકાણકારો આવ્યા. કારણ કે, અહીં ગુડ ગર્વનન્સ સહિતની સુવિધાઓ મળી રહે છે. ગુજરાત પાસે પહેલેથી જ ગિફ્ટ સિટી છે, જેમાં હોલ ઓફ ધ પ્રતિબિંબ દેખાઇ છે. ગ્લોબલી કોમ્પિટિટિવ માર્કેટ તૈયાર કરવા આગળ વધવું જોઈએ.
હું કહીશ કે આ રોકાવાનો સમય નથી. આગળના 20 વર્ષ મહત્વના છે. જ્યારે 40 વર્ષ પૂર્ણ થશે તો ભારત સ્વતંત્રતાના 100 વર્ષની નજીક હશે. આત્મનિર્ભર ભારત દુનિયાની આગળ પ્રસ્થાપિત કરીશું. મને વિશ્વાસ છે કે, તમે જરૂર વિચારશો અને આગળ આવશો. મોદીએ વધુમાં જણાવ્યું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ દેશમાં 90 ટકા શેર રાખી રહ્યો છે. ગુજરાત ભારતનું ટોપ એક્સપોર્ટર પણ છે. આવતા વર્ષે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ટોપ પર રહેશે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બનશે. 2014માં દેશની સેવા કરવાનો અવસર મળ્યો તો અમારો લક્ષ્યને આગળ ધપાવવામાં તક મળી. આપણે એક એવા મોડ પર છીએ કે ભારત ગ્લોબલ ઇકોનોમિક પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે. મારી પણ ગેરંટી છે કે, કેટલાક વર્ષમાં ભારત દુનિયાની ટોપ ત્રણ ઇકોનોમીમાં હશે, આ મોદીની ગેરંટી છે.
વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે મોટી હોટલો પણ નહોતી. ત્યારે વિદેશી મહેમાનોને કયા રોકવા એ મોટો પ્રશ્ન હતો. ગેસ્ટ હાઉસ પણ હાઉસફૂલ થઈ જતા હતા. 2009માં વાયબ્રન્ટ ગુજરાતના આયોજન વખતે પૂરી દુનિયામાં મંદી હતી ત્યારે બધા કહેતા આ વર્ષે ગુજરાત વાયબ્રન્ટ રદ કરી દ્યો, પણ હું ડગ્યો નહીં. નિષ્ફળતા મળે તો શું થયું પણ આદત ન છૂટવી જોઈએ. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા તેની વિકાસ યાત્રાથી પણ સમજી શકાય છે. આજે 40 હજાર લોકો જોડાયેલા છે. આજે 135 દેશ જોડાયેલા છે.
વાયબ્રન્ટ ગુજરાતની સફળતા પાછળ આઇડિયા, ઇમિજીનેશન, ઇમ્લીમેન્ટેશન કામ કરે છે. એક નાનું રાજ્યએ ડેવલોપ દેશને પાર્ટનર બનાવીને દેખાડી દીધું છે. સમય બદલ્યો પણ એક વસ્તુ ન બદલી એ છે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાતે સફળતા હાંસલ કરી છે. ક્યારેક ટાગોર હોલ તો સાયન્સ સિટીમાં તંબુ બનાવીને કાર્યક્રમ કરતા જે આજે મહાત્મા મંદિર પહોંચી ગયો છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ સમિટ ઓફ સક્સેસ છે. 300 બિઝનેસ પાર્ટનર સાથે સમિટની સફરની શરૂઆત થઈ હતી. ગિફ્ટ સિટી ધોલેરા જેવા વિશ્વ સ્તરીય પ્રોજેક્ટ વડાપ્રધાને ગુજરાતને આપ્યો છે. જાપાનના ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાતના 20માં વર્ષ બદલ અભિનંદન, મેક ઈન ઇન્ડિયામાં જાપાન પહેલા નંબરે ફાળો આપનાર દેશ છે. કુલ એમઓયુના 70 ટકા જેટલું રોકાણ ગુજરાતમાં થયું છે.
ગોએન્કા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2003 પહેલી વાયબ્રન્ટ સમિટમાં ટેક્સટાઈલ પ્લાન્ટ વાપીમાં નાખવાના હતા, મોદીએ કચ્છમાં કહ્યું એટલે ત્યાં પ્લાન્ટ નાખવામાં આવ્યો. લેહમેન બ્રધર્સ ક્રાઇસિસ વખતે પણ વાયબ્રન્ટ ગુજરાતને સફળતા મળી હતી. જ્યારે લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે, ગુજરાતમાં વિવિધતાપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝ છે.

Previous Post

મણિપુરમાં તણાવ બાદ 5 દિવસ માટે મોબાઈલ ઈન્ટરનેટ બંધ

Next Post

કલા પ્રેમીઓ થઈ જાવ તૈયાર: આવી રહ્યો છે કલા મહાકુંભ: જાણો કઈ છે ફોર્મ ભરવાની આખરી તારીખ

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
કલા પ્રેમીઓ થઈ જાવ તૈયાર: આવી રહ્યો છે કલા મહાકુંભ: જાણો કઈ છે ફોર્મ ભરવાની આખરી તારીખ

કલા પ્રેમીઓ થઈ જાવ તૈયાર: આવી રહ્યો છે કલા મહાકુંભ: જાણો કઈ છે ફોર્મ ભરવાની આખરી તારીખ

TECH: પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI તરફથી રૂ. 83.17 લાખ કરોડના વ્યવહાર, ઇ-ટોલમાંથી રૂ. 303 અબજનું કલેક્શન!

TECH: પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં UPI તરફથી રૂ. 83.17 લાખ કરોડના વ્યવહાર, ઇ-ટોલમાંથી રૂ. 303 અબજનું કલેક્શન!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.