વિરાટ કોહલીના જન્મદિવસે શું થશે?
વિરાટ કોહલીના જન્મદિવસ પર ઈડન ગાર્ડનમાં લેસર શોનું આયોજન કરવામાં આવશે. તેમ જ પુષ્કળ ફટાકડા ફોડવામાં આવશે. તે જ સમયે, આ દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિરાટ કોહલીને જીતની ભેટ આપવા માંગશે. હાલ ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતીય ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, રોહિત શર્માની ટીમે તમામ મેચોમાં વિપક્ષી ટીમોને હરાવી છે. આ રીતે ભારતના 12 પોઈન્ટ છે અને ટોપ પર છે.
વર્લ્ડ કપમાં વિરાટનું શાનદાર પ્રદર્શન
રવિવારે લખનૌમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચમાં વિરાટ કોહલી એકપણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. જો કે આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીના બેટથી તાબડતોડ રન જોવા મળ્યો છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. જોકે, ભારતીય ચાહકોને આશા છે કે વિરાટ કોહલી તેના જન્મદિવસ પર દક્ષિણ આફ્રિકા સામે ચોક્કસપણે મોટી ઇનિંગ રમશે.