શાહિદીએ શું કહ્યું?
હું મારા દેશને શુભકામનાઓ પાઠવવા માંગુ છું અને હું ભારતીય લોકોનો આભાર માનું છું જેઓ અમને સમર્થન આપી રહ્યા છે અને સ્ટેડિયમમાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પોતાના સ્ટાર ખેલાડી રાશિદ ખાનના વખાણ કરતા કહ્યું કે, તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. રાશિદ ખાને અફઘાનિસ્તાન માટે તેની 100મી ODI રમી અને ધનંજય ડી સિલ્વાની વિકેટ પણ લીધી. રાશિદ ખાન ખાસ છે અને વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે. હું રાશિદ ખાન વિશે એક શબ્દ કહેવા માંગુ છું કે તે ઊર્જાવાન છે. તે ઊર્જા અને સકારાત્મકતાથી ભરપૂર છે અને મેદાન પર છોકરાઓને ઉત્સાહ અને જોશથી ભરી દે છે.
કોચે મહત્ત્વની ભૂમિકા ભજવી
અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ પોતાના કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટને જીતનો શ્રેય આપ્યો હતો. શાહિદીએ કહ્યું કે, કોચની વાતથી તેમની માનસિકતા બદલાઈ ગઈ અને તે પહેલા કરતા વધુ સારું પ્રદર્શન કરવામાં સક્ષમ છે. કોચ હંમેશા હકારાત્મક હતા. વર્લ્ડ કપ પહેલા અમે સખત મહેનત કરી હતી. આ સમયે તમામ કોચ અને મેનેજમેન્ટ સ્ટાફ સખત મહેનત કરી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે. પાકિસ્તાન મેચ પહેલા કોચના શબ્દોએ મારી માનસિકતા બદલી નાખી. કેપ્ટન તરીકે મારે આગળથી નેતૃત્વ કરવું જોઈએ. હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું ખુશ છું કે હું મેચ પૂરી કરવામાં સફળ રહ્યો અને ભવિષ્યમાં પણ તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ.