મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં ભીડે હથિયારોની માંગને લઇને મુખ્યમંત્રીના ઘરની પાસે જ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભીડને કાબુમાં કરવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
સ્થાનિય યુવા ગ્રુપ અરામબાઇ તેંગગોલના નેતૃત્વમાં ભીડે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મોરેહમાં એક વિદ્રોહી સ્નાઇપર દ્વારા સીનિયર પોલીસ અધિકારીની હત્યા પછી રાજ્ય સરકારની નિષ્ક્રિયતાના વિરોધમાં પોલીસ સ્ટેશનમાંથી હથિયારોની માંગ કરવામાં આવી હતી.
એક આદેશ અનુસાર, મણિપુર સરકારે ‘કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિને કારણે ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કરર્ફ્યૂમાં છૂટ પરત લઇ લીધી છે. આ નિર્ણય હથિયારોની માંગને લઇને લોકોના એક જૂથ દ્વારા ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સ્થિત રાજભવન અને મુખ્યમંત્રી ઓફિસની નજીક મણિપુર રાઇફલ્સ પરિસરના ઘેરાવના પ્રયાસ પછી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે જવાનોની ભીડને રોકવા માટે હવામાં કેટલીક ગોળીઓ ચલાવવામાં આવી છે.