સિહોરમાં રહેતા યુવક ઉપર ચાર શખ્સે વાહન અથડાવવા બાબતે સમાધાન થઈ ગયું હોવા છતાં માર મારી ઇજા પહોંચાડતા યુવકે શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શિહોરની એકતા સોસાયટી પાછળ આવેલ સુવિધા સોસાયટીમાં રહેતા મયુરભાઈ ગિરધરભાઈ ગોહિલ ગત તા. ૫/૧૧ ના રોજ સાંજના તેમના શેઠની કાર લઈને ઘરે જતા હતા ત્યારે ઘર નજીક હિતેશભાઈ મકવાણાની મોટરસાયકલ સાથે અકસ્માત થયો હતો. આ ઘટનામાં બંને પક્ષે સમાધાન પણ થઈ ગયું હતું.
અકસ્માત બાદ ગઈકાલે સાંજે મયુરભાઈ એકતા સોસાયટીના નાંકે આવેલ પાનના ગલ્લે ઊભા હતા ત્યારે મિહિર મકવાણા, ભોળા ધનજીભાઈ મકવાણા, વિપુલ મકવાણા અને હિતેશ મકવાણા એ આવીને મયુરભાઈ ને ઢીકાપાટુ તેમજ પાઇપ વડે માર મારી હાથમાં પહેરેલ કડા વડે ઇજા પહોંચાડતા મયુરભાઈએ એકતા સોસાયટીમાં રહેતા ચારેય ઈસમ વિરુદ્ધ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.