ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની એક હૉસ્પિટલમાં હુમલો થયો છે. આ હુમલામાં 22 લોકોના મોત થયા છે. પેલેસ્ટાઇને ઇઝરાયેલના હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે.જો કે, ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે આરોપને ફગાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ, ગાઝાની અલ-શિફા હૉસ્પિટલને બે દિવસથી ઇઝરાયેલે ઘેરી રાખી હતી. ઇઝરાયેલનું કહેવું છે કે અહીં આતંકી છુપાયેલા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા ગાઝાની અલ અહલી હૉસ્પિટલમાં હુમલો કરવામાં આવતા 500 લોકોના મોત થયા હતા.
ગાઝાના ઉત્તરી યુદ્ધ વિસ્તારમાંથી જીવ બચાવીને ભાગી રહેલા પેલેસ્ટાઇની નાગરિકોએ કહ્યું કે ગાઝા શહેરના મધ્યમાં આવેલી શિફા હૉસ્પિટલમાં શરણ લીધેલા હજારો લોકો આખી રાત વિસ્ફોટ પછી ત્યાથી ભાગી ગયા હતા. ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હૉસ્પિટલમાં 80,000 લોકોએ શરણ લીધેલી હતી.હોસ્પિટલમાંથી ભાગેલા લોકોમાંથી કેટલાકે કહ્યું કે બિલ્ડિંગમાં હજારો ઘાયલ દર્દી અને તબીબો જ રહી ગયા છે. હમાસ શાસિત ગાઝા પટ્ટીના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃતકો પેલેસ્ટાઇની નાગરિકોની સંખ્યા 11 હજારને પાર કરી ગઇ છે.