અમદાવાદ શહેરમાં સ્થિત ૩૮ પ્રીમિયમ હોટેલમાં સ્ટેટ જી.એસ.ટી. વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હોટેલ તરફથી દર્શાવવામાં આવેલ ટર્નઓવર અને ભરવામાં આવેલ વેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટેટ GST વિભાગે અમદાવાદની પ્રીમિયમ હોટેલ પર તવાઈ બોલાવી છે. જેમાં શહેરમાં સ્થિત 38 પ્રીમિયમ હોટેલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હોટેલ તરફથી દર્શાવવામાં આવેલ જીએસટી ટર્નઓવર અને ભરવામાં આવેલ વેરાની ચકાસણી કરવામાં આવી રહી છે. GSTમાં થતી કરચોરી તેમજ ગેરરીતિ અટકાવવા SGST વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.