Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રવિવારની રાહ : પાંચ રાજયોની ચૂંટણીના એકઝીટ પોલમાં વિરોધાભાસ

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતાની દૌટમાં અલગ-અલગ ચિત્ર : તમામ પક્ષોના વિજયના દાવા: પાંચ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 13:12:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં પાંચ રાજયની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પુરી થતા જ ગઈકાલ સાંજે જાહેર થયેલા એકઝીટ પોલમાં ભાગ્યે જ તમામમાં એક સમાનતા જોવા મળે છે અને તેથી રવિવારે જાહેર થનારા પરિણામોથી ઉતેજના વધી છે. દેશોમાં ટીવી ચેનલોએ અલગ- અલગ પોલ-કંપનીઓ સાથે રહીને એકઝીટ પોલ તૈયાર કર્યા પણ તમામમાં ખાસ કરીને મુખ્ય હરિફ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતાની દૌટમાં અલગ-અલગ ચિત્ર અને તેમાં સંભવિત બેઠકોમાં પણ મોટો તફાવત નજરે ચડી રહ્યો છે. આ એકઝીટ પોલમાં કયા પોલ સાચા પડશે તે અંગે પણ પ્રશ્ન છે. રાજસ્થાન જેવા રાજય જયાં દર પાંચ વર્ષે સતા બદલાય છે તે રાજયમાં પણ કોઈ એકઝીટ પોલ વચ્ચે સમાનતા નથી.
200 બેઠકોની વિધાનસભા બે પોલમાં ભાજપ- બે પોલમાં કોંગ્રેસને સરસાઈની સ્થિતિમાં દર્શાવાયા છે. મધ્યપ્રદેશ જે 230 બેઠકો સાથે ચૂંટણીમાં ગયું હતું ત્યાં પણ વિરોધાભાસી ચિત્ર તમામ પોલ વચ્ચે જોવા મળ્યું છે. એક માત્ર છતીસગઢમાં કોંગ્રેસ પક્ષ કમાન્ડીંગ સ્થિતિમાં દર્શાવ્યુ છે અને તે બહુમતીના આંકડા કે તેને પાર કરતો દર્શાવાય છે. જયારે તેલંગાણામાં 119 બેઠકોમાં એડવેન્ટેજ કોંગ્રેસની સ્થિતિ છે અને મિઝોરામમાં જનાદેશ ખંડિત હોવાનું ચિત્ર બને છે.
એક તરફ આ ચુંટણીમાં રાજસ્થાન-છતીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વની કસોટી છે. પક્ષના મોવડીમંડળે બહું ઓછી દરમ્યાનગીરી કરીને ફરી પ્રચારકની ભૂમિકા ભજવી હતી તેમ કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે તો ભાજપે ચુંટણી મોદી ફેકટર પર જ લડી છે અને સ્થાનિક નેતૃત્વ બીજી હરોળમાં અને તે પણ મુખ્યમંત્રીના ચહેરા વગર લડાયુ છે તેથી ભાજપમાં વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાની વધુ એક કસોટી છે.
તેલંગાણામાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ હેટ્રીક કરી શકશે કે કોંગ્રેસ તેનો જૂનો અને પ્રાદેશિક પક્ષના હાથે ગુમાવેલો ગઢ પરત મેળવે છે કે કેમ તે પ્રશ્ન છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ‘લાડલી’ બહેનો તેને સાચવી લે છે કે કેમ તે ચિંતા કરતા હશે. ચંદ્રશેખર રાવની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા વચ્ચે પ્રાદેશિક ગઢ જાળવવાનો પ્રયાસ નિષ્ફળ જતો હોય તેવું દ્રશ્ય છે. કોંગ્રેસના બે ટોચના દિગ્ગજ નેતાએ અશોક ગેહલોત તથા કમલનાથને આ ચુંટણી નિવૃતિ અપાવે છે કે નવું જોશ તે પણ ચર્ચામાં છે.

Tags: exit pollindiawait for sunday
Previous Post

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર: ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા

Next Post

નિફટી @ 20263 : ઓલટાઈમ હાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
નિફટી @ 20263 : ઓલટાઈમ હાઈ

નિફટી @ 20263 : ઓલટાઈમ હાઈ

એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ આગ દુર્ઘટનામાં લાપત્તા 7 કામદારોનાં મૃતદેહ મળ્યા

સુરતની એથર કંપનીને GPCBએ ક્લોઝર સાથે 50 લાખનો દંડ ફટકાર્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.