દરેક ભારતીય જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે અયોધ્યાનું શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રભુ શ્રી રામ બિરાજશે અને ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ ઉપરાંત અયોધ્યામાં આ જ મહિને એરપોર્ટ શરૂ કરી દેવામાં આવશે. ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં એરપોર્ટથી ફ્લાઇટ ઉડાન ભરશે. એરપોર્ટ ડાયરેકટર વિનોદ કુમારે જણાવ્યું કે આ મહિને જ્યારે એરપોર્ટ શરૂ થશે ત્યારે દિલ્હી થી દરરોજ ફ્લાઇટ ઉડાન ભરશે ત્યારે અમદાવાદથી અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ સેવા ઉપલબ્ધ રહેશે.
ઈન્ડિગો વિમાન દ્વારા આ બન્ને શહેરોમાં થી સેવા શરૂ કરવા માટે મંજૂરી મેળવી છે. આ સાથે જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીનું વિમાન પણ સુધી અયોધ્યા લેન્ડ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન કરવા પહોંચશે ત્યારે એરપોર્ટની સુવિધા થી તેમને સગવડતા મળશે. આગામી દિવસોમાં દેશના અન્ય શેહરો સાથે કનેક્ટિવિટી વધશે તેવું પણ એરપોર્ટ ડાયરેકટરએ જણાવ્યું હતું.