ગુજરાત હાઈકોર્ટે લગ્ન મુદ્દેના કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે ચુકાદો આપતાં અવલોકન કર્યું કે, દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે, દીકરીના લગ્નને લઈને દીકરી પર દબાણ ન કરી શકાય. આ કેસમાં ભત્રીજીએ મરજી વિરૂદ્ધ લગ્ન કરતા કાકાએ હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ કરી હતી. જે મામલે કોર્ટ મહત્વનુ અવલોકન કર્યું હતું. અરજી કરતા કાકાને જ હાઈકોર્ટે 35 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
હાઈકોર્ટે ટકોર કરી કે, દીકરી પોતાની મરજી મુજબ લગ્ન કરી શકે છે તેમજ દીકરીના લગ્નને લઈને દીકરી પર દબાણ ન કરી શકાય. ભત્રીજીને ધમકાવતા બદલ ગુજરાત હાઇકોર્ટનો દંડનો ચુકાદો આપ્યો હતો. કાકાની મરજી વિરુદ્ધ લગ્ન કરતા હાઇકોર્ટ આ ખાસ ચુકાદો આપ્યો હતો. પરિવારની મરજી વિરુદ્ધ યુવતીએ લગ્ન કરતાં ગુજરાત હાઇકોર્ટમા હેબિયસ કૉર્પસ થઈ હતી. દીકરીના લગ્નને લઈને માતા-પિતાની સહમતી હતી, જો કે કાકા ધમકી આપતા હોવાની યુવતીની રજૂઆત કોર્ટમાં હતી.