ઉતરાખંડમાં બે દિવસીય વૈશ્વીક રોકાણકાર સંમેલન વડાપ્રધાન મોદીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે દેશવાસીઓને ભરોસો આપવા માગુ છું કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારત દુનિયાની ટોપ-3 ઈકોનોમીમાં આવીને રહેશે. આમ કહીને તેમણે આગામી લોકસભા ચૂંટણીને લઈને ઈશારો કર્યો હતો. ઉતરાખંડમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમીટ 2023 નો આરંભ થયો છે. આ બે દિવસીય વૈશ્વીક નિવેશક સંમેલનમાં દેશ-દુનિયાના 5 હજારથી વધુ રોકાણકારો, અને પ્રતિનિધિઓ સામેલ થશે. રાજયમાં વિભીન્ન સેકટરોમાં રોકાણ માટે અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના એમઓયુ થઈ ચુકયા છે.
મેક ઈન ઈન્ડીયાની જેમ વેડ ઈન ઈન્ડીયા પણ ચલાવાય: મોદી : વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હું દેશનાં શેઠોને કહેવા માંગુ છું કે આપણે ત્યાં માનવામાં આવે છે કે લગ્નની જોડી ઈશ્ર્વર નકકી કરે છે પણ મને સમજાતું નથી. યુગલ પોતાનાં જીવનની યાત્રા અહીના બદલે વિદેશોમાં કેમ શરૂ કરે છે. મેક ઈન ઈન્ડીયાની જેમ વેડ ઈન ઈન્ડીયા પણ ચલાવવામાં આવે તમે કંઈ રોકાણ કરી શકો કે નહિં પરંતુ આપણા પરિવારની એક ડેસ્ટીનેશન વેડીંગ આગામી પાંચ વર્ષમાં ઉતરાખંડમાં એક નવુ ક્ષેત્ર ખુલી જશે.
મોદીએ વૈશ્વીક નિવેશક સંમેલનમાં હાઉસ ઓફ હિમાલયાઝનું લોન્ચીંગ કર્યુ હતું. આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે અત્યાર સુધી હિમાદ્રી હિલાંત, ગ્રામ્યશ્રી જેવા તમામ ઉત્પાદન અલગ અલગ નામથી બજારમાં થાય છે. પણ હવે બધા હાઉઇ ઓફ હિમાલયાઝના નામથી ઓળખાશે. મોદીએ જણાવ્યું હતું કે અહી આવીને મન ધન્ય થઈ જાય છે. આ તકે અદાણી એન્ટરપ્રાઈઝનાં ડાયરેકટર પ્રણવ અદાણીએ ઉતરાખંડમાં રોકાણ માટે પટારો ખોલ્યો હતો તેમણે કહ્યું હતું કે અમે અહી નેચરલ ગેસ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ તકે મુખ્યમંત્રી ધામીએ પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું.