ભાવનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉદ્ઘાટનના વાંકે શરૂ થતી નથી તેમ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ જણાવી આ નવી બિલ્ડીંગના મોડેલ સાથે રામધૂન નો કાર્યક્રમ આજે વિરોધ સ્વરૂપે શહેરના ઘોઘાગેટ ખાતે યોજ્યો હતો.
કોંગ્રેસે જણાવ્યુ હતું. કે ભાવનગર જિલ્લા તેમજ બોટાદ અને અમરેલી જિલ્લાના લોકો ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે, આ તૈયાર થયેલી હોસ્પિટલમાં આધુનિક સાધનો પણ આવી ગયા હતા અને તેની ગેરંટી અને વોરંટીનો પિરિયડ પણ પૂરો થઈ ગયો છે અથવા પૂરો થવાની તૈયારીમાં છે છતાં આ હોસ્પિટલ શરૂ થઈ નથી. આ પ્રશ્ને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્યારો શરૂ થશે તેની કોઈને ખબર નથી. જુના બિÂલ્ડંગમાં ભીડ વધુ રહે છે. દર્દીઓ તેમજ તેમના સંબંધીઓ હેરાન થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભાવનગરના છે તેમ છતાં આ હોસ્પિટલ શરૂ કરવામાં આવતી નથી જે સરકારની નિષ્ક્રિયતા દર્શાવે છે ! કોંગ્રેસના આજના કાર્યક્રમમાં પોલીસે દેખાવકારોની ટિંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. આ સંજાગોમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી બિલ્ડીંગના મોડેલ સાથે રામધૂન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તાત્કાલિક શરૂ થાય અને ભાવનગરના લોકોને સારી સારવાર મળે તેમ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું છે.