સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ કૂદ્યા હતા અને દોડ્યા હતા. તેને જોતાં જ સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. બંને પકડાઈ ગયા છે. તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા છે. સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો હતો.
13 ડિસેમ્બર, 2001માં સંસદ પર હુમલો થયો હતો. ફરી 22 વર્ષ પછી એવી જ ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયુ છે. આજે સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને અરાજકતા ફેલાવનારા બે ઝડપાઈ ગયા છે જે બંને કલર સ્મોક એટલે કે રંગીન ધૂમાડાના સેલ સાથે વિરોધ કરવાના હતા. બંને દોડતા દોડતા નીકળ્યા હતા અને પોલીસે બંનેને ટ્રાન્સપોર્ટ ભવન સામેથી ઝડપી લીધા હતા.
બંનેની ઓળખ થઈ ચૂકી છે જેમાં એક 42 વર્ષની મહિલા છે. જે હિસારની છે અને તેનું નામ નિલમ કૌર સિંઘ છે. જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે. તેઓ કેટલાક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ ગેસ ઝેરી હોવાની આશંકા છે. 13 ડિસેમ્બર 2001 પછી સંસદની સુરક્ષામાં ક્ષતિનો આ એક મોટો મામલો છે.સંસદ પર હુમલાની 22મી વર્ષગાંઠ છે ત્યારે સુરક્ષામાં આ ખામી સર્જાઈ છે. 2001માં આ દિવસે સંસદ પર હુમલો થયો હતો