વાયરલ ખબરો અનુસાર ભારતનો મોસ્ટ વોંટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો ? જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
મીડિયાની વાયરલ ખબરો અનુસાર જૈશ-એ- મોહમ્મદ પ્રમુખ મસૂર અઝહર સવારે 5 વાગ્યે બહાવલપુર મસ્જિદથી પાછા વળતા સમયે અજ્ઞાત લોકો દ્વારા કરવામાં આવેલ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો છે. જો કે આ વાતની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પાકિસ્તાનમાં અપ્રમાણિત અહેવાલોએ દાવો કર્યો છે કે મોસ્ટ વોંટેડ આતંકવાદી, કંધાર અપહરણકર્તા મૌલાના મસૂદ અઝહર, મૃત્યુ પામ્યો છે.
ભારતનો દુશ્મન અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર સવારે 5 વાગ્યે મસ્જિદથી બહાર નીકળતી વખતે હુમલામાં મરાયાની ખબર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ટ્વીટર પર યુઝર્સે બ્લાસ્ટના વીડિયો પોસ્ટ કરવાની સાથે આ ખબર શેયર કરી હતી. કંધાર અપહરણકાંડમાં મસૂદ અઝહર આરોપી છે. જો કે આ વાતની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.