અયોધ્યા ખાતે આગામી 22 જાન્યુઆરીના રામ જન્મભૂમિમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાંથી કુલ 370 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતમાંથી જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાં 270 સંત, 100 મહાનુભાવો અને 10 કાર સેવકોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિર આંદોલન અને ગોધરાકાંડમાં જીવ ગુમાવનારા કારસેવકના પરિવારના સદસ્યો, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક પણ આમંત્રિતોમાં છે.