ભાવનગર શહેરમાં રામમંત્રી મંદિર ટ્રસ્ટ મેડીકલ સેન્ટરમાં અદ્યતન સારવાર હેતુ આધુનિક સુવિધા સાથેના મશીનનું ઉદ્ઘાટન અધિકારીઓ, પદાધિકારીઓ અને ઉદ્યોગપતિઓ તથા અગ્રણીઓ, મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરાયુ હતું.
ભાવનગર આવેલા ૐ શ્રી રામ મંત્ર મંદિર ટ્રસ્ટ મેડીકલ સેન્ટરમાં છેલ્લા ૪૦ વર્ષથી ભાવનગર જીલ્લા તથા આજુબાજુનાં જીલ્લાઓના જરૂરીયાતમંદ ર્દીઓની મેડીકલ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતી થાય છે. અહિ દિન પ્રતિદિન દર્દીઓની સુવિધામાં વધારો કરાયો છે. ત્યારે રવિવાર અદ્યતન સુવિધા સાથેના મશીન જેમા એમઆરઆઈ અદ્યતન ટેકનોલોજી સાથે અપગ્રેડેશન, મેમોગ્રાફી મશીન (બ્રેસ્ટ કેન્સરની તપાસ માટે) આધુનિક ટીએમટી મશીનનું ઉદ્ઘાટન કરાયુ હતું. નવા વસાવેલા મેમોગ્રાફી (બ્રેસ્ટ ટેસ્ટ) ટ્રેડમીલ ટેસ્ટ (કાર્ડિયાક ટીએમટી) તેમ આધુનિક ટેકનોલોજી અપગ્રેડેડ એમઆરઆઈ મશીનોનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્મા સહિતના મહાનુભાવોએ કર્યું હતું. મુખ્ય મહેમાનપદે ધારાસભ્ય સેજલબેન રાજીવભાઈ પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહીતના ભાવનગરના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શહેરના ઉદ્યોગપતિઓ, આગેવાનો, મહાનુભાવો વિગેરેની ઉપસ્થિતી રહી હતી.