કોંગ્રેસે રામ મંદિર ઉદ્દઘાટન સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ ફગાવી દીધુ છે. કોંગ્રેસ હાઇકમાનના આ નિર્ણય પર કોંગ્રેસના જ કેટલાક સીનિયર નેતાઓએ આપત્તિ વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા અર્જૂન મોઢવાડિયાએ એક્સ પર હાઇકમાનના નિર્ણયની ટિકા કરી છે, તેમણે કોંગ્રેસ નેતા જયરામ રમેશની એક પોસ્ટને ટેગ કરતા કહ્યું કે ભગવાન રામ અમારા આરાધ્ય છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો મામલો છે. રામ મંદિર મામલે કોંગ્રેસે રાજકીય નિર્ણય ના લેવો જોઇએ.