ભાવનગરમાં પ્રથમ સીક્સ લેન અને ફ્લાય ઓવર બ્રીજનું કામ ગોકળગાયની ગતીએ ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણી માથા પર આવતા હવે તંત્ર પર પણ દબાણ વધ્યું છે ત્યારે આજે ચિત્રા ફુલસર વોર્ડમાં સીક્સ લેનના સર્વીસ રોડને આડે વિÎનરૂપ બનેલા દબાણોનો સફાયો કરાયો હતો. રહેણાકના મકાન અને દુકાન તથા ધાર્મિક સહિતની ૩૦ જેટલી મિલકત પર ભારે વિરોધ વચ્ચે મહાપાલિકાએ બુલડોઝર ફેરવ્યુ હતું. બપોર સુધીમાં અનેક દબાણોનો સફાયો કરી દેવાયો હતો.
ચિત્રા ફુલસર વોર્ડમાં મસ્તરામબાપા મંદિર વાળી લાઈનમાં સરકારી જમીન પર આડેધડ બાંધકામો કરી દબાણો ખડકાયા હતા. હવે જ્યારે સીક્સ લેન રોડનું આયોજન થયું છે ત્યારે સર્વીસ રોડ માટે પર્યાપ્ત જગ્યા નહી મળતા આખરે મહાપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગે ગેરકાયદે બાંધકામો સામે લાલ આખ કરી અને અગાઉ બાંધકામો હટાવવા નોટીસો પણ ફટકારી હતી. મ્યુ. તંત્ર દ્વારા ગમે ત્યારે આ ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી થવાની છે તે નિશ્ચિત જણાતા દબાણકર્તાઓએ પણ માલ-સામાન ફેરવી લીધો હતો. જા કે આજે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરાતા ઉગ્ર વિરોધ થયો હતો. અને કેટલીક મહિલાઓએ જેસીબી પર ચડી જઈ કાર્યવાહી રોકવા નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
પરિÂસ્થતી પારખીને અગાઉથી જ પોલીસ બંદોબસ્ત મેળવાયો હતો. આખરે તંત્રએ એક પછી એક ગેરકાયદે બાંધકામોનો સફાયો શરૂ કર્યો હતો. ઉપલબ્ધ વિગતો મુજબ સર્વીસ રોડમાં ૩૦ જેટલી મિલ્કતો વિÎનરૂપ બની છે જે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પડાશે. ૮થી૧૦ દુકાનો તથા અન્ય મકાનો અને ત્રણ જેટલા ધાર્મિક સ્થળો મળી કુલ ૩૦ જેટલી મિલ્કતો ગેરકાયદે છે. ૧૦ ફુટથી લઈ ૨૦ ફુટ સુધીનું બાંધકામ સર્વીસ રોડ માટે થઈને તોડવું પડશે સાંજ સુધીમાં તમામ દબાણોનો સફાયો થવાની વકી છે.