દેશમાં 2016માં શરૂ થયેલી મી-ટુ મુવમેન્ટ સમયે બોલીવુડથી લઈને મિડીયા ક્ષેત્રની અનેક માહિતી મહિલાઓએ તેઓ સગીરવયથી આજ દિન સુધીમાં અનેક વખત જાતિય સતામણીનો ભોગ બની ચુકી છે તેવા ઘટસ્ફોટ કરીને સનસનાટી મચાવી હતી અને તેઓ અનેક પુરૂષો માટે કારકિર્દી રોળાઈ જાય તેવી સ્થિતિ બની હતી તે સમયે સુપ્રીમ કોર્ટે એક મુસ્લિમ મહિલાએ 34 વર્ષ પુર્વે તેના પર થયેલા બળાત્કાર અંગેની કરેલી ફરિયાદ રદ કરી હતી.
2016માં આ મહિલાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે, 1983માં તેના પર એક હિન્દુ પુરૂષે કરેલા બળાત્કારથી તેને એક પુત્રનો જન્મ પણ થયો હતો. આસામની આ ઘટનામાં ગુવાહાટી હાઈકોર્ટે પણ એફઆઈઆર રદ કરવાની કહેવાતા પાસેથી પુરુષની અરજી નકારતા તે સુપ્રીમમાં પહોંચ્યો હતો. સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ બી.આર.ગવઈના નેતૃત્વ હેઠળની ખંડપીઠે 34 વર્ષ પછી ફરિયાદ નોંધાવાતા મહિલાના આશય સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. ચોકકસ પણે દુષ્કર્મ સામે તે મહિલા સગીર હતી પણ આ સંબંધ સંમતીથી બંધાયા હતા અને પુરુષે તેનાથી થયેલા સંતાનને પોતાના પુત્રની જેમ જ ઉછેર્યો હતો તથા તેની તમામ જરૂરિયાત પુર્ણ કરી છે તથા હજુ કરી રહ્યા છે.
વાસ્તવમાં અદાલતે નોંધ્યું કે ,પિતાની મિલ્કતમાં ભાગ નહી મળતા માતા-પુત્રએ આ રીતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફકત મિલ્કતના લોભ માટે જ 34 વર્ષ પુર્વે આ ફરિયાદ નોંધાઈ હતી અને બંધારણીય અદાલત તરીકે સુપ્રીમ કોર્ટને એફઆઈઆર રદ કરવાનો અધિકાર છે.