અમદાવાદની નામાંકિત ફાર્મા કંપની કેડીલાના માલિક રાજીવ ઇન્દ્રવદન મોદીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ કેસની સચ્ચાઇ જાણવા માટે પોલીસે રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મ હાઉસમાં કામ કરતા રસોઈયા, સિક્યોરિટી ગાર્ડ, સફાઈ કર્મચારી સાથે કંપનીના કર્મચારી ગણીને 40 લોકોના નિવેદન લીધા છે. તેટલું જ નહીં પોલીસે રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર એક નોટિસ લગાવી છે.
બલ્ગેરિયન યુવતીએ નામાંકિત ફાર્મા કંપની કેડીલાના CMD રાજીવ ઇન્દ્રવદન મોદી સામે ફરિયાદ કરતી અરજી કરી છે જેમાં તેણે આરોપ લગાવ્યો કે તેની સાથે દુષ્કર્મ થયું છે. ત્યારબાદ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ફરિયાદ થયા બાદ વિદેશ ભાગી ગયા છે.