ગુજરાતના નવા ગૃહ સચિવની નિમણૂંક કરી દેવામાં આવી છે, રાજ્યના નવા ગૃહ સચિવ તરીકે પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંય દિવસોથી ગુજરાતના નવા ગૃહ સચિવના નામોને લઇને અટકળો ચાલી રહી હતી, અંતે આ અટકળોનો અંત આવ્યો છે. આખરે સરકાર દ્વારા પંકજકુમારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પંકજકુમારને ગુજરાતના નવા ગૃહ સચિવ બનાવ્યા છે.