મુંબઈના કુખ્યાત મુફ્તી સલામન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી દબોચી લીધો છે. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવશે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવશે.
કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી ગઈ હતી. એટીએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો.. પોલીસે સ્થાનિક ચિરાગનગર પોલીસ ચોકી ખાતે તેની એન્ટ્રી કરાવી તેને ગુજરાત લાવવા માટેની કવાયત શરૂ કરી છે.
અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે. તેણે અગાઉ પણ આવા ભડકાઉ ભાષણો કર્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. મોડીરાત્રે અઝહરીના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોલીસે તેને પકડ્યો કરી હોવાની માહિતી વાઇરલ કરવામાં આવી હતી.