Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટી’ વિકસાવાશે: ભાવનગર સહિત સૌરાષ્ટ્રના 7 શહેરો ‘શોર્ટલીસ્ટ’

ગુજરાતમાં વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ આકાર પામશે : સર્વે- માસ્ટરપ્લાન તૈયાર કરવા આંતરરાષ્ટ્રીય એજન્સીએ કામ શરૂ કરી દીધુ

dharmendravaghela by dharmendravaghela
2024-02-06 13:17:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઔદ્યોગીક-ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ ધરાવતુ અને સૌથી લાંબી દરિયાપટ્ટી ધરાવતા ગુજરાતમાં વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ સાકાર કરવાના ચક્રો ગતિમાન થયા છે. સૌરાષ્ટ્રમાં દેશનો પ્રથમ ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટી નિર્માણનો પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે. તે માટે દરિયાકાંઠાના ભાવનગર સહિત સાત શહેરોને શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે અને તેમાંથી એકની આખરી પસંદગી થશે.
વિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં નમુનેદાર તથા વાઈબ્રન્ટની ઓળખ ધરાવતા ગુજરાત માટે હવે ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટીનો પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યો છે અને તે માટે માસ્ટરપ્લાન ઘડવા આંતરરાષ્ટ્રીય કંપની કુશમેન એન્ડ વેકફીલ્ડને કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. સરકારના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટી માટે સૌરાષ્ટ્રના જ સાત દરિયાપટ્ટીના શહેરોને શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે તેમાં પીપાવાવ, હજીરા, નાર્ગોલ, પોરબંદર, ભાવનગર, અમરેલી તથા કચ્છના અખાતનો સમાવેશ થાય છે. આ સાતેય દરિયાકાંઠાના શહેરોનો વિસ્તૃત સર્વે કરવામાં આવ્યા બાદ કન્સલ્ટન્ટ કંપની દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે અને માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવશે અને તેના આધારે કોઈ એક શહેરની મેગા પોર્ટસીટી તરીકે પસંદગી કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું છે કે, કન્સલ્ટન્ટ કંપની દ્વારા તમામ સાત શોર્ટલીસ્ટેડ દરિયાઈ શહેરોનો સર્વે કરીને માસ્ટરપ્લાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કવાયત માટે કંપનીને 12 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એક વખત માસ્ટરપ્લાન તથા શહેરની ફાઈનલ પસંદગી થઈ જવાના સંજોગોમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પ્રોજેકટ સાકાર કરવા માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
દેશભરમાં સૌથી લાંબી દરિયાપટ્ટી ધરાવતા ગુજરાતમાં દરિયાઈ-બંદરોના વિકાસ માટે સરકાર નવા-નવા પ્રોજેકટો તૈયાર કરી જ રહી છે. કંડલા જેવા પોર્ટ દેશના સૌથી મોટા છે. બંદરોના વિકાસથી માંડીને માળખાકીય સુવિધા વધારવા માટે પણ બજેટમાં પર્યાપ્ત નાણાકીય ફાળવણી કરવામાં આવતી જ રહી છે. નવા નાણાકીય વર્ષના બજેટમાં પણ બંદરોને રોડ કનેકટીવીટી વધારવા માટેની મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી જ હતી.
ગુજરાતમાં રાજકોટ, સુરત જેવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ ઉપરાંત દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ પણ ગુજરાતમાં જ આકાર લઈ રહ્યો છે. ગીફટ સીટીના નિર્માણ સાથે વૈશ્ર્વિક વ્યાપાર પણ ગુજરાત ભણી જ આવવાનું સ્પષ્ટ છે. દેશવિદેશમાં ગુજરાતના વિકાસ-સમૃદ્ધિનો ડંકો છે તેવા સમયે સૌથી લાંબી દરિયાપટ્ટી મારફત વિકાસના નવા દ્વાર ખોલવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગ્રીનફીલ્ડ મેગાપોર્ટ સીટીના સમગ્ર પ્રોજેકટ વિશે હજુ સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ એક વખત ફાઈનલ થઈ ગયા બાદ ખર્ચ-સુવિધા સહિતની વિગતો જાહેર થવાનુ મનાય છે.

Advertisement
Tags: bhavnagargreenfield mega port citygujarat
Previous Post

53 વર્ષ બાદ લક્ષગૃહ-કબ્રસ્તાન વિવાદમાં વકફ બોર્ડ સામે હિંદુ પક્ષની જીત

Next Post

ભાવનગરના તખ્તેશ્વર વોર્ડની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભાવનગરના તખ્તેશ્વર વોર્ડની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન

ભાવનગરના તખ્તેશ્વર વોર્ડની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન

ભાવનગરના નવાપરા ડોશલીનાં નેરા સહિતના વિસ્તારમાંથી દબાણો હટાવાયા

ભાવનગરના નવાપરા ડોશલીનાં નેરા સહિતના વિસ્તારમાંથી દબાણો હટાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.