ભારતમાં હાલ દિલ્હીમાં ખેડૂત સંગઠનોએ પોતાની વિવિધ માંગને લઈને આંદોલન શરૂ કર્યું છે પણ ખેડૂતો માત્ર ભારતમાં જ નારાજ નથી, બલકે યુરોપમાં પણ આ જ સ્થિતિ છે. યુરોપના અનેક શહેરોમાં ખેડુતોએ સબસીડીમાં કપાત, સસ્તી આયાત, વીજળીના વધુ ભાવ, હરિત નીતિઓને લાગુ કરવાના વિરોધમાં દેખાવો કર્યા છે. પુરા યુરોપમાં ખેડુતો યુરોપીય સંઘની પર્યાવરણ નીતિથી નારાજ છે, જે 2050 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય રાખે છે. તેમાં કીટનાશકો અને રાસાયણીક ખાતરોના ઉપયોગમાં ભારે ઘટાડો અને પ્રકૃતિને બહાલી જેવી નીતિઓ પણ સામેલ છે.
જાન્યુઆરીની શરૂઆતમાં યુરોપીય સંઘના અનેક સભ્ય દેશો બેલ્જીયમ, બલ્ગેરીયા, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઈટલી, પોલેન્ડ અને સ્પેનના ખેડુતો પોતાના ટ્રેકટરોની સાથે દેખાવ કરી રહ્યા છે. ટેરાગોનામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડુતોને બંદરગાહના મુખ્ય પ્રવેશદ્વારને ખેડુતોએ પોતાના ટ્રેકટરોથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. સરકાર શું કરી રહી છે: ખેડૂતોના આંદોલનને પગલે ફ્રાન્સે ઈંધણ સબસીડીમાં કપાતને પાછી ખેંચી લીધી છે અને કિટનાશકોમાં કપાતના આદેશને સસ્પેન્ડ કરી દીધા છે. જર્મનીએ કહ્યું કે તે ધીરે ધીરે ઈંધણ સબસીડી ખતમ કરી દેશે.